સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ સમજાવો.
જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે અને તેનું સ્થાન કેટલાં સમય દરથી બદલાશે તે બે રીતે મળે.
જો માત્ર સમયદર મેળવીએ તો તેની ઝડ૫ મળે અને સમયદરની સાથે દિશા પણ મેળવીએ તો વેગ મળે.
ઝડ૫ : ગતિ કરતાં પદાર્થે એકમ સમયમાં કપેલાં અંતર (પથલંબાઈ) ને ઝડ૫ કહે છે. તે અદિશ રાશિ છે.
સરેરાશ ઝડપ : પદાર્થની મુસાફરીની અવધિમાં કપાયેલા કુલ અંતર (પથલંબાઈ) અને તે માટે લાગતાં સમયગાળાના (ભાગાકાર) ગુછોત્તરને સરેરાશ ઝડપ કહે છે.
$\therefore$સરેરાશ ઝડપ $=$કુલ પથ લંબાઈ / કુલ સમયગાળો
તેનો એકમ $m s ^{-1}$ છે અને તે અદિશ રાશિ છે. તેથી સરેરાશ ઝડ૫ હંમેશાં ધન હોય છે.
ગતિની સરેરાશ ઝડપ માટે સરેરાશ ઝડપ શોધવામાં આવે છે.
વેગ : ગતિ કરતાં પદાર્થે એકમ સમયમાં કરેલાં સ્થાનાંતરને વેગ કહે છે.
તે સદિશ રાશિ છે.
સરેરાશ વેગ : ગતિ કરતાં પદાર્થના સ્થાનમાં થતાં ફેરફાર અથવા સ્થાનાંતર અને તે માટે લાગતા સમયગાળાના ગુણોતર (ભાગાકાર) ને સરેરાશ વેગ કહે છે.
$\therefore$ સરેરાશ વેગ $\bar{v}=\frac{x_{2}-x_{1}}{t_{2}-t_{1}}=\frac{\Delta x}{\Delta t}$
જ્યાં $x_{1}$ અને $x_{2}$ એ ગતિ કરતાં પદાર્થના અનુક્રમે $t_{1}$ અને $t_{2}$ સમયે સ્થાનો છે.
તેનો SI એકમ $m s ^{-1}$ છે પણ રોજિંદા તેના એકમને $km h ^{-1}$ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
વેગ એ સદિશ રાશિ છે તેથી સુરેખ રેખા પરની ગતિ માટે સદિશની દ્દિશા દર્શાવવા માટે $'+'$ અને $'-'$ સંજ્ઞાઓનો ઉપયોગ
કરવામાં આવે છે પણ તેનાં સંકેત પર તીરનાં નિશાનનો ઉપયોગ કરતાં નથી.
સરેરાશ વેગનું મૂલ્ય ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે છે.
સરેરાશ વેગથી ગતિની પરિણામી અસર જાણી શકાય છે.
સરેરાશ ઝડ૫નું મૂલ્ય, સરેરાશ વેગના મૂલ્ય જેટલું કે તેનાથી વધારે હોય છે.
નિયમિત ગતિ માટે દરેક ક્ષણે વેગ, સરેરાશ વેગ જેટલો હોય છે.
ઉદાહરણા : કારની ગતિ માટે $x \rightarrow t$ નો આલેખ $t=0 s$ અને $t=8 s$ વચ્ચેનો ભાગ નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનો મળે છે.
જ્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેનું સ્થાન સમય સાથે બદલાય છે અને તેનું સ્થાન કેટલાં સમય દરથી બદલાશે તે બે રીતે મળે.
જે માત્ર સમયદર મેળવીએ તો તેની ઝડપ મળે અને સમયદરની સાથે દિશા પકા મેળવીએ તો વેગ મળે.
$x-$અક્ષને અનુલક્ષીને ગતિ કરતાં એક પદાર્થનું સ્થાન $x = a + bt^2$ વડે દર્શાવ્યું છે. જ્યાં $a = 8.5\; m, b =2.5 \;ms^{-2}$ અને $t$ નું માપન સેકન્ડમાં કરેલ છે. $t=2.0 \;\mathrm{s}$ અને $t=4.0 \;\mathrm{s}$ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે ?
પદાર્થ સીધી રેખાની સાપેક્ષે ચલિત પ્રવેગ $(a)$ સાથે ગતિ કરી રહ્યો છે. સમય સંતરાલ $t_1$ થી $t_2$ માં પદર્થની સરેરાશ ગતિ કેટલી થાય?
એક ટ્રેન $60 km/hr$ ની ઝડપથી પ્રથમ કલાક અને $40 km/hr$ ની ઝડપથી અડધો કલાક ગતિ કરે ,તો સરેરાશ ઝડપ કેટલા..........$km/h$ થાય?
એક કાર $A$ થી $B$ ,$20\,\,km/hr$ ની ઝડપે અને $30 km/h$ ની ઝડપે પાછો આવે ,તો સરેરાશ ઝડપ કેટલા...........$km/hr$ થાય .
એક કાર $200 \;m$ જેટલું અંતર કાપે છે.તે પ્રથમ અડધું અંતર $40 \;km / h$ ની ઝડપે કાપે છે. બાકીનું અડધું અંતર $v$ જેટલી ઝડપે કાપે છે.જો કારની સરેરાશ ઝડપ $48\; km / h$ હોય,તો $v$ નું મૂલ્ય ...... $km/h$ હશે.