વિધુત ફલક્સની સમજૂતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

આપેલ બિંદુએ વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ ને લંબ એક $\overrightarrow{\Delta S }$ ક્ષેત્રફળનો નાનો સમતલ ખંડ મૂકીએ તો તેમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યાને વિદ્યુત ફલક્સ કહે છે. જેને $\phi$ સંકેતથી દર્શાવાય છે.

$\therefore \phi =\overrightarrow{ E } \cdot \overrightarrow{\Delta S }$

$= E \Delta S \cos \theta$

જો વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{ E }$ ને લંબ $\overrightarrow{\Delta S }$ ક્ષેત્રફળના ખંડને મૂકીઓ તો આ ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા $E\Delta$ થશે કારણ કे $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ એકજ દિશામાં છે,તેથી $\theta=0^{\circ}$.

જો $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ વચ્ચેનો ખૂણો $\theta$ હોય, તો હવે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા $E \Delta S \cos \theta$ અનુસાર ઓછી થશે.

જ્યારે $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ વચ્ચેનો ખૂણો $\theta$ શૂન્ય હોય ત્યારે ક્ષેત્રફળ ખંડમાંથી પસાર થતી ક્ષેત્રરેખાઓની સંખ્યા શૂન્ય થશે જે આફૃતિમાં બતાવેલ છે.

જ્યારે કોઈ વક્ર સપાટી હોય તો આ વક્ર સપાટીને ઘણી મોટી સંખ્યાના, સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડોમાં વિભાજિત કરેલ કલ્પીને દરેક સૂક્ષ્મ ક્ષેત્રફળ ખંડને સમતલીય ગણી શકાય અને $\overrightarrow{\Delta S}=\Delta S \hat{n}$ જे સદિશ તરીકે લઈ શકાય. જ્યાં $\hat{n}$ એ ક્ષેત્રફળ સદિશની દિશાનો એકમ સદિશ છે.

હવે વિદ્યુત ફલક્સ એ વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળમાંથી પસાર થતી અથવા ક્ષેત્રફળ સાથે સંકળાયેલ વિદ્યુત ક્ષેત્રરેખાઓની સંખ્યા છે.

$\therefore \overrightarrow{ E }$ વિદ્યુતક્ષેત્રમાં મૂકેલા ક્ષેત્રફળ ખંડ $\Delta S$ માંથી પસાર થતું (સંકળાયેલ) વિદ્યુત ફલક્સ $\phi$ હોય તો,

$\phi =\overrightarrow{ E } \cdot \overrightarrow{\Delta S }$

$= E \Delta S \cos \theta$

જ્યાં $\theta$ એ $\overrightarrow{ E }$ અને $\overrightarrow{\Delta S }$ વચ્ચેનો ખૂણો છે.

897-s135

Similar Questions

વિદ્યુતક્ષેત્રમાં બે ગાઉસિયન ઘન આકૃતિમાં દર્શાવેલ છે. તીર અને મૂલ્ય એ વિદ્યુતક્ષેત્રની દિશા અને મૂલ્ય ($N-m^2/C$) દર્શાવે છે. તો ઘનમા રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

  • [AIIMS 2011]

ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ (ગુણધર્મો) લખો.

$q$ વિદ્યુતભાર સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે. સમઘનની કોઈપણ પૃષ્ઠમાંથી કેટલું વિદ્યુત ફ્લક્સ પસાર થાય?

  • [AIPMT 2003]

$R$ ત્રિજ્યાનો એક ગોળો છે અને $2R$ ત્રિજ્યાનો બીજો કાલ્પનિક ગોળો કે જેનું કેન્દ્ર આપેલ ગોળાના કેન્દ્રને સુસંગત છે. જેના પરનો વિદ્યુતભાર $q$ છે. કાલ્પનિક ગોળા સાથે સંકળાયેલ ફલક્સ ........ છે.

આપેલ ગોળીય પૃષ્ઠમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રના ફલ્‍કસ ગણતરી કરવા માટે લીધેલ વિદ્યુતક્ષેત્ર કયાં વિદ્યુતભારોના કારણે ઉત્પન્ન થશે?

  • [IIT 2004]