- Home
- Standard 12
- Physics
ધાતુઓમાં સ્થિત વિધુતશાસ્ત્ર સમજાવો. બાહ્ય વિધુતક્ષેત્રમાં ધાતુઓને મૂકતાં થતી અસર સમજાવો
Solution

ધાત્વિક સુવાહકોમાં ગતિશીલ વિદ્યુતભાર વાહકો તરીક ઇલેક્ટ્રોન છે.
ધાતુઓ બને છે ત્યારે તેમના પરમાણુંની છેલ્લી કક્ષામાં રહેલા વેલેન્સ ઈલેક્ટ્રોનને કોઈક રીતે ઊર્જા મળતાં પરમાણુઓઓથી છૂટાં પડી જાય છે કે ગતિ કરવા મુક્ત હોય છે. જેને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે.
મુક્ત ઇલેક્ટ્રોન માત્ર પિતૃ પરમાણુંઓમાંથી મુક્ત થાય છે પણા ધાતુઓથી મુક્ત થતાં નથી. તેથી ધાતુમાં ઇલેક્ટ્રોન વાયુ જેવી રચના થાય છે.
મુક્ત થયેલા ઇલેક્ટ્રોન જુદ્દી જુદ્દી દિશાઓમાં અસ્તવ્યસ્ત (આયોજિત) ગતિ કરે છે અને ઓકબીજ ઇલેક્ટ્રોન અને આયનો સાથે અથડાય છે.
ધાતુઓને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂક્તાં ઈલેક્ટ્રોંન પર વિદ્યુતક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગવાથી ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં સ્થાનાંતર કરીને વિદ્યુતક્ષેત્રની વિદુધ્ધ દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે અને ધન વિદ્યુતભારો વિદ્યુતક્ષેત્રની દિશામાં ધાતુની સપાટી પર જમા થાય છે.જે આપેલ આકૃતિમાં દર્શાવેલ છે.
ધાતુની સપાટી પર ધન અને ઋણ વિદ્યુતભારો જમા થવાથી બાહ્ય વિદ્યુતક્ષેત્રની વિદુદ્ધ દિશામાં પ્રેરિત વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે.
જ્યારે બાહ્ય વિદ્યુતક્ષેત્ર અને અંદરનું વિદ્યુતક્ષેત્ર સમાન મૂલ્યનું થાય ત્યારે સપાટી પર જમા થવાનું બંધ થઈ જાય છે.