વિધુતક્ષેત્રમાં બખોલવાળા વાહકને મૂકતાં, બખોલમાં વિધુતક્ષેત્ર શૂન્ય હોય છે તે સમજાવો.
આકૃતિમાં દર્શાવ્યા અનુસારની બખોલ ધરાવતો સુવાહક છે.
બખોલની અંદર કોઈ વિદ્યુતભાર નથી.
બખોલનું પરિમાણ કે આકાર ગમે તે હોઈ શકે.
બખોલવાળ સુવાહકને બાહ્ય વિદ્યુતક્ષેત્રમાં મૂકીએ તો પણ બખોલમાં વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
જો સુવાહકને વિદ્યુતભારિત કરવામાં આવે અથવા બાહ્ય વિદ્યુતક્ષેત્ર વડે તટસ્થ સુવાહક પર વિદ્યુતભારોને પ્રેરિત કરવામાં આવે, તો પણ બધા વિદ્યુતભારો બખોલ ધરાવતા સુવાહકની બાહ્ય સપાટી પર જ રહે છે.
સુવાહકની અંદરની બખોલ બહારની વિદ્યુત અસરોથી હંમેશાં શિલ્ડેડ (સુરક્ષિત) રહે છે જેને સ્થિત વિદ્યુત શિલ્ડિંગ કહે છે. ઉદાહરણ : આપણે કારમાં બેઠા હોઈએ અને બહારથી વિદ્યુતનો જીવંત તાર કે આકાશમાંની વીજળી કાર સાથે સંપર્કમાં આવે, તો કારના બારણાં જો બંધ હોય તો કારની બખોલમાં વિદ્યુતથી રક્ષણ મળે છે.
$R$ અને $2R$ ત્રિજ્યા ધરાવતા બે અલગ કરેલા ધાત્વીય ગોળાઓને એવી રીતે વિદ્યુતભારિત કરવામાં આવે છે કે જેથી તરો સમાન વિદ્યુતભાર ઘનતા $\sigma$ હોય. આ બંને ગોળાઓને ત્યારબાદ પાતળા સુવાહક તારથી જોડવામાં આવે છે, ધારો કે મોટા ગોળા પરની નવી વિદ્યુતભાર ઘનતા $\sigma^{\prime}$ હોય તો, ગુણોતર $\frac{\sigma^{\prime}}{\sigma}=.......$ થશે.
વિદ્યુતભારિત વાહક ગોળા માટે કયું વિધાન સાચું નથી?
$5\,mm$ અને $10\,mm$ ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો $A$ અને $B$ ને $2\,cm$ અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા $A$ અને $B$ ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર $.......$ થશે.
$(a)$ આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ એક બખોલ $( Cavity )$ ધરાવતા સુવાહક $A$ ને $Q$ વિધુતભાર આપેલ છે. દર્શાવો કે સમગ્ર વિધુતભાર સુવાહકની બહારની સપાટી પર જ દૃશયમાન થશે..
$(b)$ $q$ વિધુતભાર ધરાવતો બીજો સુવાહક, કેવીટી ( બખોલ ) ની અંદર $A$ થી અલગ રહે તેમ દાખલ કરેલ છે. દર્શાવો કે $A$ ની બહારની સપાટી પરનો કુલ વિધુતભાર $Q+q$ ( આકૃતિ $(b)$ ) છે.
$(c)$ એક સંવેદી ઉપકરણને તેના પરિસરમાના ( આસપાસના ) પ્રબળ સ્થિરવિધુત ક્ષેત્રોથી બચાવવું ( $Shield$ કરવું ) છે. આ માટે એક શક્ય ઉપાય સૂચવો.
અંદર ત્રિજ્યા $r_{1}$ અને બહારની ત્રિજ્યા $r_{2}$ ધરાવતી એક ગોળાકાર સુવાહક કવચ પરનો વિધુતભાર $Q$ છે.
$(a)$ કવચના કેન્દ્ર પર વિધુતભાર $q$ મૂકવામાં આવે છે. કવચની અંદરની અને બહારની સપાટિઓ પર વિધુતભારની પૃષ્ઠઘનતા કેટલી હશે ?
$(b)$ જો કવચ ગોળાકાર ન હોય પર ગમે તેવો અનિયમિત આકાર ધરાવતી હોય તો પણ બખોલ ( જેમાં કોઈ વિધુતભાર નથી ) ની અંદરનું વિધુતક્ષેત્ર શૂન્ય છે ? સમજાવો.