વંદામાં ઉત્સર્જન કઈ રીતે થાય છે ? સમજાવો.
વંદામાં ઉત્સર્જન માલ્પિધિયનનલિકાઓ દ્વારા થાય છે. પ્રત્યેક નલિકા ગ્રંથિમય તેમજ પહ્મલ કોષોથી આવૃત હોય છે. તે નાઈટ્રોજન યુક્ત નકામા દ્રવ્યોનું શોષણ કરી તેને યુરિક ઍસિડમાં રૂપાંતરિત કરે છે. જેનો નિકાલ પશ્ચાત્ર દ્વારા થાય છે. તેથી આ કીટકને યુરિક ઍસિડ ત્યાગી (Uricotelic) કહે છે.
ઉપરાંત મેદકાયો, ઉત્સર્ગ કોષો, નેફ્રોસાઇટ્સ) અને યુરિકોઝ ગ્રંથિઓ પણ ઉત્સર્જનમાં સહાય કરે છે.
કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોનો કાઈટિનના બાહ્યકંકાલમાં સંચય થાય છે અને નિર્મોચન દરમિયાન કંકાલ ત્યાગ સાથે તેનો નિકાલ થાય છે.
નામ નિર્દેશનવાળી આકૃતિસહ વંદાનું પાચનતંત્ર વર્ણવો.
વંદો માનવ માટે હાનિકારક છે. સમજાવો.
માદા વંદાનું પ્રજનનતંત્ર વર્ણવો.
આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.
પ્રોટોનેમા (પૂર્વ ઉરસ) : મધ્ય ઉરસ : પશ્વ ઉરસ : કક્ષ
વંદાની આંખમાં આવેલ રચનાત્મક એકમને .....કહે છે.