માદા વંદાનું પ્રજનનતંત્ર વર્ણવો.
માદા પ્રજનન તંત્રમાં બે મોટા અંડપિંડો ઉદરના 2 થી 6 ખંડની પાર્શ્વબાજુએ આવેલા હોય છે.
પ્રત્યેક અંડપિંડ શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી આઠ નલિકાય અંડપુટિકાના બનેલા છે.
બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં એકબીજા સાથે જોડાઈને સામાન્ય અંડવાહિની અથવા યોનિમાર્ગ બનાવે છે, જે જનનકોથળીમાં ખૂલે છે. છઠ્ઠા ખંડમાં એક જોડ શુક્રસંગ્રહાશય આવેલ હોય છે. જે જનનકોથળીમાં ખૂલે છે.
મૈથુનક્રિયા દરમિયાન અંડકોષો જનનકોથળીમાં આવે છે, ત્યાં શુક્રકોષો તેમને ફલિત કરે છે.
માદા વંદામાં આવેલ ગુંદરગ્રંથિનો સ્રાવ (Collateralgland) હોય છે. તેના સ્રાવથી અંડઘર રચાય છે.
ફલિત અંડકોષો એક કેસુલ (અંડઘર)માં બંધાય છે. અંડઘર ઘેરા રતાશ પડતા બદામી રંગની કેસુલ હોય છે, તે લગભગ $3/8"$ ($8$ મીમી) લાંબા હોય છે. આ અંડઘર તિરાડો તથા વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની નજીકની જગ્યાએ છોડી દેવામાં આવે છે અથવા ચોંટાડી દેવામાં આવે છે.
નરવંદામાં જનનદઢકો
ઈંડા મુકવાથી શરૂ કરીને પુખ્ત વંદો બનતા સુધી કેટલીવાર નિર્માચન થતું જોવા મળે છે?
વંદાના હદય માટે ખોટું વાક્ય
વંદામાં આવેલા પક્ષસમ સ્નાયુ .....સાથે સંકળાયેલ કોષ છે.
બાળવંદો .....તરીકે જાણીતી છે.