ડાય અને પોલિપ્રોટિક એસિડના આયનીકરણ અચળાંક અને તેના તબક્કામાં થતા આયનીકરણના અચળાંકનો સબંધ મેળવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ $\mathrm{H}_{2}\mathrm{X}_{(\mathrm{aq})}+\mathrm{aq}+\mathrm{H}_{(\mathrm{aq})}^{+}+\mathrm{HX}_{(\mathrm{aq})}^{-}$

$(ii)$ $\mathrm{HX}_{\text {(aq) }}^{-}+\mathrm{aq}+\mathrm{H}_{\text {(aq) }}^{+}+\mathrm{X}_{\text {(aq) }}^{2-}$

આ બન્ને સંતુલનો $(i)$ અને $(ii)$ ના સંતુલન અચળાંક $\mathrm{K}_{a}$ $(i)$ અને $\mathrm{K}_{a}$ $(ii)$ હોય તો,

$\mathrm{K}_{a}$ $(i)$ $=\frac{\left[\mathrm{H}^{+}\right]\left[\mathrm{HX}^{-}\right]}{\left[\mathrm{H}_{2} \mathrm{X}\right]}, \mathrm{K}_{a}$ $(ii)$ $=\frac{\left[\mathrm{H}^{+}\right]\left[\mathrm{X}^{2-}\right]}{\left[\mathrm{HX}^{-}\right]}$

આથી $\mathrm{K}_{a}$ $(i)$ $\times \mathrm{K}_{a}$ $(ii)$ $=\frac{\left[\mathrm{H}^{+}\right]^{2}\left[\mathrm{X}^{2-}\right]}{\left[\mathrm{H}_{2} \mathrm{X}\right]}$ પણ પ્રક્રિયા $(i)$ $+$પ્રક્રિયા $(ii)$ $\mathrm{H}_{2} \mathrm{X}_{\text {(aq) }}+\mathrm{aq} \rightleftharpoons 2 \mathrm{H}_{\text {(aq) }}^{+}+\mathrm{X}_{\text {(aq) }}^{2-}$ આ સંતુલન માટે સંતુલન અચળાંક $\mathrm{K}_{\mathrm{a}}$ (iii) હોય તો $\mathrm{K}_{a}$ (iii) $=\frac{\left[\mathrm{H}^{+}\right]^{2}\left[\mathrm{X}^{2-}\right]}{\left[\mathrm{H}_{2} \mathrm{X}\right]}$

આમ દ્રીબેઝીક એસિડ માટે

$\mathrm{K}_{a}$ (iii) $=\mathrm{K}_{a}$ (i) $\times \mathrm{K}_{a}$ (ii)....

જ્યાં $\mathrm{K}_{a}$ (i) = પ્રથમ આયનીકરણ અચળાંક, $\mathrm{K}_{a}$ $(ii)$ દ્રીતીય આયનીકરણ અચળાંક આયનીકરણના અચળાંક $\mathrm{K}_{a}$ હોય તો,

$\mathrm{K}_{a}=\mathrm{K}_{a}$ (i) $\times \mathrm{K}_{a}$ (ii) $\times \ldots \ldots .$

સામાન્ય રીતે $\mathrm{K}_{a}$ (i) $>\mathrm{K}_{a}$ (ii) $>\mathrm{K}_{a}$ (iii)હોય છે. કારણ કે નીપજતા ઋણભારીય એસિડમાંથી પ્રોટોન દૂર કરવો વધારે મુશ્કેલ છે.

Similar Questions

જલીય દ્રાવણમાં કાર્બનિક એસિડ માટે આયનીકરણ અચળાંક $K_1$ $=$ $ 4.2 \times 10^{-7}$ અને $K_2 = 4.8 \times 10^{-11}$ છે તો કાર્બનિક એસિડનાં $ 0.034\,M $ દ્રાવણનાં સંતૃપ્તી માટે સાચું વિધાન પસંદ કરો.

ફિનોલનો આયનીકરણ અચળાંક $298$ $K$ તાપમાને $1.0 \times 10^{-10}$ છે. $0.05$ $M$ ફીનોલના દ્રાવણમાં ફિનોલેટ આયનની સાંદ્રતા કેટલી હશે ? જો દ્રાવણ $0.01$ $M$ સોડિયમ ફિનોલેટનું હોય તો આયનીકરણ અંશ કેટલો હશે ?

વિયોજન અચળાંક $K_a$ ના મૂલ્યો નીચે આપેલા છે

      ઍસિડ       $K_a$
      $HCN$       $6.2\times 10^{-10}$
      $HF$       $7.2\times 10^{-4}$
      $HNO_2$       $4.0\times 10^{-4}$

તો બેઇઝ  $CN^-,F^-$ અને $NO_2^-$ ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.

  • [JEE MAIN 2013]

${K_{C{H_3}COOH}} = 1.9 \times {10^{ - 5}}$ છે. $0.1$ $M$ $C{H_3}COOH$ અને $0.1$ $M$ $NaOH$ ના અનુમાપનમાં અંતિમ બિંદુએ $pH$ ગણો.

પ્રોપેનોઇક ઍસિડનો આયનીકરણ અચળાંક $1.32 \times 10^{-5}$ છે. તેના $0.05$ $M$ દ્રાવણમાં ઍસિડનો આયનીકરણ અંશ ગણો અને $pH$ પણ ગણો. જો દ્રાવણમાં $0.01$ $M$ $HCl$ પણ હોય તો દ્રાવણનો આયનીકરણ અંશ કેટલો થશે ?