લઘુતમ માપ અને લઘુતમ માપ ત્રુટિ કોને કહે છે ? અને લઘુતમ માપ ત્રુટિ પર નોંધ લખો.
માપન માટેના સાધન વડે માપી શકાતાં નાનામાં નાનાં માપને તે સાધનનું લધુતમ માપ (Least Count) કહે છે. જે તે સાધનથી મપાયેલા માપનો તેના લધુતમ માપ જેટલા જ સચોટ છે.
લધુતમ માપ ત્રુટિ એ સાધનના વિભેદન સાથે સંકળાયેલ ત્રુટિ છે.
ઉદાહરણ તરીકે વર્નિયર કેલિપર્સનું લઘુતમ માપ $0.01 \mathrm{~cm}$ સ્ફેરોમીટર અને માઈક્રોમીટર સ્ક્રૂગેજનું લઘુતમ માપ $0.001 \mathrm{~cm}$ છે.
લઘુતમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે પણ તેનું પ્રમાણ સિમિત હોય છે.
આ ત્રુટિ વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે.
આપણી મીટરપટ્ટીનું લઘુતમ માપ $0.1 \mathrm{~cm}$ જેટલું હોય છે.
સુધારેલ પ્રયોગ પદ્ઘતિ અને વધુ સચોટતા ધરાવતા સાધનોનો ઉપયોગ કરીને લધુતમ માપ ત્રુટિ ધટાડી શકાય છે.
ઘણીવાર અવલોકનનું પુનરાવર્તન કરીને મળતાં બધાંજ અવલોકનોનું સરેરાશ મૂલ્ય મેળવીઓ તો તે સાચા મૂલ્યની ઘણું નજીક હોય છે.
પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?
વિધાન: ગોળા ની ત્રિજયાના માપન માં મળેલી ત્રુટિ $0.3\%$ છે. તો તેના પૃષ્ઠભાગ માં મળતી અનુમાનિત ત્રુટિ $0.6\%$ થશે.
કારણ: અનુમાનિત ત્રુટિ $\frac{{\Delta A}}{A} = \frac{{4\Delta r}}{r}$ સમીકરણ વડે મેળવી શકાય.
પ્રયોગમાં સાદા લોલકના દોલનના સમયગાળાની યાદી અનુક્રમે $2.63\,s, 2.56\,s, 2.42\,s, 2.71\,s$ અને $2.80\,s$ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલા ........... $s$ હશે?
સાંકડીપટ્ટીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે $(10.0 \pm 0.1)\,cm$, $(1.00 \pm 0.01)$ અને $(0.100 \pm 0.001)$ છે. કદમાં સૌથી વધુ સંભવિત ત્રુટિ કેટલી હશે ?
કોઈ ભૌતિક રાશિ $P$ ને $P= \frac{{{A^3}{B^{\frac{1}{2}}}}}{{{C^{ - 4}}{D^{\frac{3}{2}}}}} $ સૂત્ર વડે રજૂ કરવામાં આવે તો, $P$ માં કોના દ્વારા મહત્તમ ત્રુટિ ઉમેરાશે?