જો $Q= \frac{X^n}{Y^m}$ અને $\Delta X$ એ $X$ ની નિરપેક્ષ ત્રુટિ અને $\Delta Y$ એ $Y$ ની નિરપેક્ષ ત્રુટિ હોય તો $Q$ ની નિરપેક્ષ ત્રુટિ $\Delta Q$ કેટલી થાય?
પ્રતિશત ત્રુટીનો એકમ શું થાય?
માપનમાં ત્રુટિ કોને કહે છે અને માપનમાં ભૂલ કોને કહે છે ?
રાષ્ટ્રીય પ્રયોગશાળામાં આવેલી પ્રમાણભૂત ઘડિયાળ સાથે બે ઘડિયાળોનું પરીક્ષણ કરવામાં આવે છે. પ્રમાણભૂત ઘડિયાળ જ્યારે બપોરના $12:00$ નો સમય દર્શાવે છે ત્યારે આ બે ઘડિયાળના સમય નીચે મુજબ મળે છે :
ઘડિયાળ $1$ | ઘડિયાળ $2$ | |
સોમવાર | $12:00:05$ | $10:15:06$ |
મંગળવાર | $12:01:15$ | $10:14:59$ |
બુધવાર | $11:59:08$ | $10:15:18$ |
ગુરુવાર | $12:01:50$ | $10:15:07$ |
શુક્રવાર | $11:59:15$ | $10:14:53$ |
શનિવાર | $12:01:30$ | $10:15:24$ |
રવિવાર | $12:01:19$ | $10:15:11$ |
જો તમે કોઈ પ્રયોગ કરી રહ્યાં હોય જેના માટે તમને ચોકસાઈ સાથે સમય અંતરાલ દર્શાવતી ઘડિયાળની આવશ્યકતા છે, તો આ બે પૈકી કઈ ઘડિયાળ લેવાનું મુનાસિબ માનશો ? શા માટે ?
ભૌતિક રાશિ $ A = \frac{{{a^2}{b^3}}}{{c\sqrt d }} $ માં $a,b,c$ અને $d$ માં પ્રતિશત ત્રુટિ $1\%,3\%,2\%$ અને $2\%$ હોય,તો ભૌતિક રાશિ $A$ માં પ્રતિશત ત્રુટિ ......... $\%$ થાય.