વંદાનું ચેતાતંત્ર સમજાવો.
વંદાનું ચેતાતંત્ર એક શ્રેણીબદ્ધ જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાકંદોનું બનેલ હોય છે. જે વક્ષ બાજુએ જોડમાં આવેલ સમાંતર ચેતારજજુ સાથે જોડાયેલા હોય છે. ત્રણ ચેતાકંદો ઉરસમાં અને છ ચેતાકંદો ઉદરમાં આવેલા હોય છે.
અન્નનળીના ઉપરના ભાગે મગજ આવેલું છે. તેને ઉપરી અન્નનાલીય ચેતાકંદ (Supravesophageal Ganglion) પણ કહે છે. તે ત્રણ ચેતાકંદોના જોડાણથી બને છે.
મગજમાંથી બે પરિઅન્સનાલીય યોજી (Perioesophageal Connectives) ઉદ્ભવે છે. તેઓ અન્નનળીની પાર્શ્વ બાજુએથી પસાર થઈ શરીરના વક્ષ ભાગે ગોઠવાયેલા અધોઅન્નનાલીય ચેતાકંદ (Suboesophageal Ganglion) જોડાય છે અને ચેતાકડીની રચના કરે છે.
અધીઅન્સનાલીય ચેતાકંદ પણ ત્રણ ચેતાકંદોના વિલિનીકરણથી બને છે. અધીઅન્સનાલીય ચેતાકંદો મુખાંગોનું ચેતાકરણ કહે છે.
વંદાનું ચેતાતંત્ર સમગ્ર શરીરમાં ફેલાયેલું હોય છે. શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ આવેલો છે. જ્યારે બાકીનો ભાગ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો છે. આથી જો વંદાનું શીર્ષ કાપી નાંખવામાં આવે છતાં પણ તે એક અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે છે.
શીર્ષ પ્રદેશમાં મગજને ઉપરી અન્નનાલીય ચેતાકંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે છે. જે સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે છે.
વંદાનાં સંવેદી અંગો : વંદામાં સંવેદી અંગો તરીકે સ્પર્શકો, આંખો, જન્મમૃશો, વક્ષ જન્મમૃશો, પુચ્છશૂળ વગેરે આવેલા હોય છે.
શીર્ષની પૃષ્ઠ બાજુએ સંયુક્ત આંખો આવેલી હોય છે. પ્રત્યેક આંખ લગભગ $2000$ જેટલી ટ્રકોણાકાર નેત્રિકાઓની બનેલી હોય છે. ઘણી નૈત્રિકાની મદદથી વંદો એક જ પદાર્થના ઘણાં પ્રતિબિંબ મેળવે છે. આ પ્રકારની દૃષ્ટિને મોઝેક પ્રતિબિંબ કહે છે. જેની સંવેદનશીલતા વધુ પરંતુ રેઝોલ્યુશન ઓછું હોય છે.
તે રાત્રિના સમયે સામાન્ય હોય છે. આથી તેને “રાત્રિ દૃષ્ટિ' કહે છે.
નીચે આપેલાનાં કાર્યો જણાવો :
માલ્પિીયન નલિકાઓ
વંદાના ડિંભક (કીટશીશુ) ના અંતિમ નિર્મોચન બાદ કયા બાહ્ય ફેરફારો જોવા મળે છે?
વંદામાં આવેલ ચેતા રજ્જુ : ........
વંદામાં $O_2$ પેશી સુધી .......દ્વારા પહોંચાડવામાં આવે છે?
વંદાની આંખ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.