- Home
- Standard 11
- Chemistry
p-Block Elements - I
easy
સમૂહ $13$ નાં તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution
બોરોન સ્વભાવે અધાત્વીય છે. તે અતિ સખત અને કાળા રંગનો ઘન પદાર્થ છે. તે અનેક અપરરૂપો સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. અતિપ્રબળ સફટિકમય લેટિસને કારણે બોરોન અસામાન્ય ઊંચું ગલનબિંદુ ધરાવે છે. તે સિવાયના અન્ય તત્ત્વો નીચા ગલનબિદ્ધ અને ઊંચી વિદ્યુતવાહક્તા ધરાવતી નરમ ધાતુઓ છે.
જ્યારે ગેલિયમ અસામાન્ય નીચું ગલનબિંદુ $(303 \mathrm{~K})$ ધરાવે છે. જેથી તે ઉનાળા દરમિયાન પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે. તેનું ઊંચું (ઉત્કલનબિંદુ $(2676\,K)$ તેને ઉંચા તાપમાનના માપન માટેનો ઉપયોગી પદાર્થ બનાવે છે.
સમૂહમાં બોરોનથી થેલિયમ તરફ નીચે જતાં તત્વોની ધનતા વધતી જાય છે.
Standard 11
Chemistry