સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇઇલેક્ટ્રિકની અસર સમજાવો અને ડાઇઇલેક્ટ્રિક અચળાંકનું સૂત્ર લખો.
દરેક ક્ષેત્રફળ $A$ હોય તેવી બે મોટી પ્લેટોને એક્બીજી $d$ અંતરે મૂકેલી છે અને પ્લેટો પરનો વિદ્યુતભાર $\pm Q$ છે અને વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા $\pm \sigma$ છે.
જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે તેમની વચ્ચે ઉદભવતું વિદ્યુતક્ષેત્ર,
$E _{0}=\frac{\sigma}{\epsilon_{0}}$
અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V _{0}$ છે.
$\therefore V _{0}= E _{0} d$
જો કૅપેસિટરનું કૅપેસિટન્સ $C _{0}$ હોય તો,
$C_0=\frac{Q}{V_{0}}$
$=\frac{\sigma A}{E_{0} d} \quad[\because Q=\sigma A]$
$C_0=\frac{\epsilon_{0} A}{d} \quad \ldots .(1)\left[\because E_{0}=\frac{\sigma}{\epsilon_{0}} \Rightarrow \epsilon_{0}=\frac{\sigma}{E_{0}}\right]$
બે પ્લેટો વચ્ચેનો વિસ્તાર સંપૂર્ણ રીતે ડાઈલેક્ટ્રિકથી ભરી દેવામાં આવે, તો ડાઈઈલેક્ટ્રિકનું ધ્રુવીભવન થવાથી તેની બંને પ્લેટો પર વિદ્યુતભારની પૃષ્ઠધનતા $\pm \sigma_{ P }$ થશે.
તેથી, બે પ્લેટો વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર,
$E= E _{0}- E _{ P }$
$\therefore E=\frac{\sigma}{\epsilon_{0}}-\frac{\sigma_{ p }}{\epsilon_{0}} \quad\left[\because E _{ P }=\frac{\sigma_{ P }}{\epsilon_{0}}\right]$
$\therefore E=\frac{\sigma-\sigma_{ P }}{\epsilon_{0}}$
અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત,
$V = E d$
$=\frac{\sigma-\sigma_{ P }}{\epsilon_{0}} \cdot d$
રેખીય ડાઈઇલેક્ટ્રિક માટે $\sigma$ એ $E _{0}$ ને સમપ્રમાણમાં છે તેથી $\sigma-\sigma_{ P }$ એ પણ $E$ ના સમપ્રમાણમાં જ હોય. તેથી $\sigma-\sigma_{ P }=\frac{\sigma}{ K }$ લઈ શકીએ.
તેથી $V =\frac{\sigma d}{\epsilon_{0} K }=\frac{ Q d}{ A \epsilon_{0} K } \quad\left[\because \sigma=\frac{ Q }{ A }\right]$
ડાઈઈલેક્ટ્રિકના માધ્યમવાળા કૅપેસિટરનું કૅપેસિટન્સ,
$C =\frac{ Q }{ V }=\frac{ A \in_{0} K }{d}= K \frac{ A \in_{0}}{d}$
$\therefore C = KC _{0}... (2)$ પરિણામ $(1)$ પરથી.
આમ,$K$ ડાઇઈલેક્ટ્રિકના માધ્યમવાળા કૅપેસિટરનું કૅપેસિટન્સ, શૂન્યાવકાશના માધ્યમવાળા કૅપેસિટરના કૅપેસિટન્સ કરતાં $K$ ગણું વધે છે.
એક હવાના મહત્તમ સાથે કેપેસિટર, ડાઈ ઈલેકટ્રીક સાથે કેપેસિટર અને વાહક સ્લેબ સાથે કેપેસિટરની પાસે અનુક્રમે કેપેસિટી $C_1$, $C_2$ અને $C_3$ હોય, તો.....
જ્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે એક ડાઈ ઈલેકટ્રીક માધ્યમના ચોસલાને મુકવામાં આવે છે જેને બેટરી સાથે જોડતા તેમાં નવો વિદ્યુતભાર .....
પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $8 \;pF \left(1 \;pF =10^{-12} \;F \right) .$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાયઇલેક્ટ્રીક અચળાંક $=6$ ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસીટન્સ કેટલું થશે?
જયારે કેપેસિટરનું ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 3$ થી ભરતાં વિદ્યુતભાર ${Q_0}$,વોલ્ટેજ ${V_0}$ અને વિદ્યુતક્ષેત્ર ${E_0}$ છે.હવે કેપેસિટરને ડાઇઇલેકિટ્રક અચળાંક $K = 9$ થી ભરતાં વિદ્યુતભાર,વોલ્ટેજ અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલા થાય?
$4\,cm$ જેટલી પ્લેટોની પહોળાઈ, લંબાઈ $8\,mm$, અને બે પ્લેટો વરચેનું અંતર $4\,mm$ હોય તેવા સમાંતર પ્લેટ સંઘારકને $20\,V$ ની બેટરી સાથે જોડવામાં આવે છે. $5$ જેટલો ડાયઈલેક્ટિક્ર અચળાંક ધરાવતો અને $1\,cm$ લંબાઈ, $4\,cm$ પહોળાઈ અને $4\,mm$ જાડાઈ ધરાવતા ડાયઈલેક્ટ્રિક માધ્યમને સંઘારકની પ્લેટોની વરચે દાખલ કરવામાં આવે છે. આ તંત્ર માટે સ્થિત વિદ્યુત ઊર્જા $........\varepsilon_0 J$ થશે.(જ્યાં $\varepsilon_0$ શુન્યાવકાશની પરમીટીવીટી છે)