દ્રવ્યને ગરમ કરવાથી કે ઠારણથી થતી અવસ્થા-ફેરફારની પ્રવૃત્તિ સમજાવો.
$0^{\circ}\,C$ તાપમાનવાળા બરફના કેટલાક ટુકડાઓ બીકરમાં લો.
ઉષ્મા પ્રાપ્તિસ્થાન અચળ રાખી બરફના ટુકડાવાળા બીકરને ધીમે ધીમે ગરમ કરો અને પાણી તથા બરફના મિશ્રણ હલાવતાં રહો તથા દરેક મિનિટે તાપમાન નોંધો.
તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ નીચે મુજબ મળશે.
આલેખમાં જોઈ શકાય છે કે જ્યાં સુધી બીકરમાં બરફ હોય ત્યાં સુધી તાપમાનમાં ફેરફાર થતો નથી.
બરફને સતત ઉષ્મા આપવા છતાં તેના તાપમાનમાં કોઈ જ ફેરફાર થતો નથી.
અહી, આપેલ ઉષ્મા ધન (બરફ) અવસ્થામાંથી પ્રવાહી (પાણી) અવસ્થામાં રૂપાંતરણમાં વપરાય છે.
બરફ પર સ્કેટિંગ શાથી શક્ય બને છે ?
ગુપ્ત ઉષ્મા કોને કહે છે ? ઉદાહરણ આપી સમજાવો.
$0°C$ તાપમાન ધરાવતો બરફનો ગાંગડો $1 km$ ઉંચાઈએથી અવાહક સપાટી પર પડે છે પરિણામે તેની પોતાની બધી જ ગતિ-ઊર્જા ઉષ્મામાં રૂપાંતર પામે છે, તો તેનો કેટલામો ભાગ પીગળશે ? $(g = 10 m/s^{2})$
નીચેના આલેખમાં $A B$ ભાગ શું દર્શાવે છે ?
સમાન દળ ધરાવતા ધાતુનો ગોળો અને ખૂબ ખેંચેલી સ્પ્રિંગ સમાન દ્રવ્યમાથી બનાવેલ છે.બંનેને ગરમ કરીને ઓગળવા માટે કેટલી ગુપ્તઉષ્મા આપવી પડે?