10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
medium

ઠારણ, ગલન અને ગલનબિંદુ સમજાવીને બરફના ગલનની પ્રક્રિયા સમજાવતી પ્રક્રિયા સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં થતાં રૂપાંતરને ગલન $(Melting)$ અને પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં થતાં રૂપાંતરણને ઠારણ $(fusion)$ કહે છે, એવું જોઈ શકાય છે કે સમગ્ર પદાર્થની એક અવસ્થામાંથી બીજી અવસ્થાના સંપૂર્ણ રૂપાંતર દરમિયાન તાપમાન અચળ રહે છે, પદાર્થની ધનમાંથી પ્રવાહી અવસ્થાના રૂપાંતર દરમિયાન ધન અને પ્રવાહી બંને અવસ્થાઓ ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે છે. જે તાપમાને પદાર્થની પન અને પ્રવાહી અવસ્થાઓ એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય છે તે તાપમાનને પદાર્થનું ગલનબિંદુ $(melting point)$ કહે છે. ગલનબિંદુ એ પદાર્થની એક લાક્ષણિક્તા છે, જે દબાણ પર આધારિત છે. સામાન્ય વાતાવરણના દબાણે પદાર્થનાં ગલનબિંદુને પ્રસામાન્ય ગલનબિંદુ $(normal\,melting\,point)$ કહે છે. બરફના ગલનની પ્રક્રિયા સમજાવવાની પ્રવૃત્તિ લાકડાના બે અલગ અલગ રહેલા બ્લૉક ઉપર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક બરફનું એક લંબઘન ચોસલું લો, બ૨ફના ચોસલા પર મૂકેલા એક ધાતુના તારના બંને છેડે $5\,kg$ ના દળ લટકાવો. તમે બરફના ચોસલામાંથી તાર પસાર થતો જોઈ શકશો. તારની નીચે રહેલા બરફમાં નીચા તાપમાને દબાણમાં વધારો થતાં બરફ પીગળે છે અને તાર ચોસલામાંથી પસાર થાય છે, જયારે ચોસલામાંથી તાર પસાર થાય છે ત્યારે તારની ઉપરનું પાણી પુનઃઠારણ પામે છે. તેથી તાર પસાર થવા છતાં બરફનું ચોસલું વિભાજિત થતું નથી.  બરફના ચોસલામાં તારની ઉપરના પાણીના કારણને પુનઃઠારણ $(regelation)$ કહે છે.

બરફ $(snow)$ પર સેટની નીચે પાણી બનવાથી જ સ્કેટિંગ શક્ય બને છે. કેટની નીચે દબાણ વધવાના કારણે પાણી બને છે અને આ પાણી લુબ્રિકેટ (ઊંજણ) તરીકે વર્તે છે.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.