ગુપ્ત ઉષ્મા કોને કહે છે ? ઉદાહરણ આપી સમજાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પદાર્થની અવસ્થા-ફેરફાર દરમિયાન પદાર્થના એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને તે પ્રક્રિયા માટેની પદાર્થની ગુપ્ત ઉષ્મા અથવા રૂપાંતરણની ઉષ્મા કહે છે. 

ઉદાહરણ : $-10^{\circ} C$ તાપમાન ધરાતા બરફને ઉષ્મા આપવામાં આવે તો ગલનબિંદુ $0^{\circ}\,C$ સુધી તાપમાન ક્રમશ: વધે છે. હવે $0^{\circ}\,C$ તાપમાને વધુ ઉષ્મા આપતાં તાપમાનમાં વધારો થતો નથી પણ બરફ પીગળવા લાગે છે એટલે કે ઘન-અવસ્થામાંથી પ્રવાહીઅવસ્થામાં રૂપાંતર થાય છે. બધો બરફ પીગળી જાય પછી ઉષ્મા આપતાં પાણીના તાપમાનમાં વધારો થાય છે. જ્યારે પાણી રૂપાંતર થાય છે. $100^{\circ}\,C$ તાપમાનવાળા ઊકળતા પાણીને વધુ ઉષ્મા આપતા તાપમાનમાં વધારો થતો નથી પણા વરાળ (વાયુ-અવસ્થા) માં રૂપાંતરિત થાય.

અવસ્થા-ફેરફાર દરમિયાન જરૂરી ઉષ્માનો આધાર રૂપાંતરણ ઉષ્મા (ગુપ્ત ઉષ્મા) અને અવસ્થા-ફેરફાર પામતાં પદાર્થના દળ પર રહેલો છે.

એક અવસ્થામાં રહેલા $m$ દળના પદાર્થનું અચળ તાપમાને સંપૂર્ણપણે બીજી અવસ્થામાં રૂપાંતરણ કરવા માટે જરૂરી ઉષ્માનો જથ્થો $Q$ હોય,તો $Q =m L$ અથવા $L =\frac{ Q }{m}$

જ્યાં $L$ ને ગુપ્ત ઉષ્મા અથવા રૂપાંતરણની ઉષ્મા કહે છે. જે પદાર્થની લાક્ષણિકતા છે.

તેનો $SI$ એકમ $J kg ^{-1}$ છે અને પારિમાણિક સૂત્ર $\left[ m ^{0} L ^{2} T ^{-2}\right]$ છે.

$L$ નું મૂલ્ય દબાણ પર આધારિત છે. સામાન્ય રીતે $L$ નું મૂલ્ય પ્રમાણભૂત વાતાવરણના દબાણે લેવામાં આવે છે.

એકમ દળના પ્રવાહીનું વાયુ (વરાળ) માં રૂપાંતરણ કરવા માટેની જરૂરી ઉષ્માને ઉત્કલન ગુપ્તઉષ્મા અથવા બાષ્પાયન ( $L _{ V }$ ) ગુપ્ત ઉષ્મા કહે છે. ઘણીવાર તેને ઉત્કલન ઉષ્મા (બાષ્પાયન ઉષ્મા) પણ કહે છે.

એકમ દળના ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ કરવા માટે જરૂી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા $(L_f)$ કહે છે.ઘણીવાર તેને ગલન ઉષ્મા પણ કહે છે.

પાણી માટે તાપમાન વિરુદ્ધ ઉષ્મા ઊર્જાનો આલેખ

જ્યારે અવસ્થા-ફેરફાર દરમિયાન ઉષ્મા આપીએ કે દૂર કરીએ ત્યારે તાપમાન આચળ રહે છે. આલેખ દર્શાવે છે કે જુદી જુદી અવસ્થા માટે વિશિષ્ટ ઉષ્માધારિતાના મૂલ્યો સમાન નથી. કારણ કે આલેખમાં બધી જ અવસ્થા રેખાઓના ઢાળ સમાન નથી.

પાણી માટે ગલન ગુપ્ત ઉષ્મા $L _{f}=3.33 \times 10^{5}\,Jkg ^{-1}$ અને બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $L _{v}=22.6 \times 10^{5}\,J kg ^{-1}$ છે.

 

892-s89g

Similar Questions

દ્રવ્યની ત્રણ અવસ્થાઓ અને અવસ્થા ફેરફાર સમજાવો.

દ્રવ્યને ગરમ કરવાથી કે ઠારણથી થતી અવસ્થા-ફેરફારની પ્રવૃત્તિ સમજાવો.

જો પ્રવાહી ઓક્સિજન વાયુને $1\,atm$ તાપમાને ગરમ કરી તેનું તાપમાન $50\, K$ થી $300\, K$ થાય છે તો તાપમાન વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવો બને?

  • [AIIMS 2012]

પાણી અને $C{O_2}$ ના $P \to T$ ડાયાગ્રામ વચ્ચેનો અગત્યનો તફાવત કયો છે ?

દ્રવ્યની અવસ્થાઓ કેટલી છે ? કઈ કઈ ?