પરાગરજની દીવાલની રચનામાં પોષકસ્તરની ભૂમિકા સમજાવો.
આડછેદમાં જોતાં, લાક્ષણિક પરાગાશય (લઘુબીજાણુધાની) ની બાહ્ય સપાટી ગોળાકાર જોવા મળે છે. તે સામાન્યતઃ ચાર દીવાલીય સ્તરોથી આવરિત છે (આકૃતિ $b$ ). અધિસ્તર, તંતુમય સ્તર (સ્ફોટીસ્તર -endothecium), મધ્યસ્તરો અને પોષકસ્તર (tapetum). બહારના ત્રણ સ્તરો કાર્યાત્મક રીતે રક્ષણાત્મક અને પરાગાશયનું સ્ફોટન પ્રેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે. સૌથી અંદરનું દીવાલસ્તર પોષકસ્તર છે. તે વિકાસ પામતી પરાગરજને પોષણ પૂરું પાડે છે.
યોગ્ય જોડકા જોડોઃ
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(a)$સ્પોરોપોલેનીન | $(1)$ત્રાકાકાર કોષકેન્દ્ર |
$(b)$સેલ્યુલોઝ, પેક્ટિન | $(2)$બાહ્યાવરણ |
$(c)$વાનસ્પતિક કોષ | $(3)$અંત: આવરણ |
$(d)$જનન કોષ | $(4)$અનિયમિત આકારનું કોષકેન્દ્ર |
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
આવૃતબીજધારીનુ લધુબીજાણુપર્ણ.......તરીકે ઓળખાય છે.
એક પરાગાશય કેટલી લઘુબીજાણુધાની ધરાવે છે?
નીચે આપેલ શબ્દો વિકાસના ક્રમને આધારે સુવ્યવસ્થિત ગોઠવો : પરાગરજ, બીજાણુજનક પેશી, લઘુબીજાણુચતુષ્ક, પરાગ માતૃકોષ, નર જન્યુજનક.