એક-પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાતના ખાસ કિસ્સાઓ સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કિસ્સો$-1$ : જો બંને ગોળાઓના દળ સમાન હોય એટલે $m_{1}=m_{2}$ હોય.

$\therefore$ અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ,

$v_{1 f}=\left(\frac{m_{1}-m_{2}}{m_{1}+m_{2}}\right) v_{1 i}$

$=\left(\frac{0}{2 m_{1}}\right) v_{1 i}$

$=0$ અને બીજા ગોળાનો વેગ,

$v_{2 f}=\left(\frac{2 m_{1} v_{1 i}}{m_{1}+m_{2}}\right)$

$=\frac{2 m v_{1 i}}{m+m} \quad\left[\because m_{1}=m_{2}=m\right.$ ધારતાં $]$

$v_{2 f}$ $=v_{1 i}$                    

$\therefore$ અથડામણ બાદ બીજા ગોળાનો વેગ પ્રથમ ગોળાના પ્રારંભિક વેગ જેટલો જ હોય છે.

કિસ્સો$-2$ :જો $m_{2}>m_{1}$ હોય એટલે બીજો ગોળો પહેલાં ગોળા કરતાં ભારે હોય.

અથડામણ બાદ પ્રથમ ગોળાનો વેગ,

$v_{1 f}=\left(\frac{m_{1}-m_{2}}{m_{1}+m_{2}}\right) v_{1 i}$

$m_{2}$ ના દળની સરળામણીમાં $m_{1}$ ને અવગણતાં,

$v_{1 f}=\frac{\left(0-m_{2}\right)}{\left(0+m_{2}\right)} v_{1 i}$

$\therefore \quad v_{1 f}=-v_{1 i}$

$\therefore$ પ્રથમ ગોળો અથયડાયા બાદ તેટલાં જ વેગથી પાછો ફરશે.

અને $v_{2 f}=\frac{2 m_{1} v_{1 i}}{m_{1}+m_{2}}$ માં $m_{1}=0$ લેતાં,

$= \frac{2 \times 0 \times v_{1 i}}{0+m_{2}}=0$

આમ, ભારે પદાર્થ (ગોળા)ના વેગમાં કંઈ અસર થતી નથી તે જે તે સ્થાને સ્થિરે જ રહે છે.

Similar Questions

$4m$ દ્રવ્યમાનના અને $u$ ઝડપતી ગતિ કરતો એક પદાર્થ $A$ એ $2m$ દ્રવ્યમાનના અને સ્થિર એવા એક પદાર્થ $B$ સાથે અથડાય છે. આ અથડામણ હેડ ઓન અને સ્થિતિસ્થાપક પ્રકૃતિની છે. અથડામણ પછી પદાર્થ $A$ વડે ગુમાવાતી ઊર્જાનો જથ્થો કેટલો હશે?

  • [NEET 2019]

$v$ વેગ સાથે ગતિ કરતો $m$ દળનો દડોએ સ્થિર રહેલા બીજા $m$ દળનાં દડા સાથે સન્મુખ અથડામણ અનુભવે છે. જો રેસ્ટિપ્યુશન (સ્થિતિસ્થાપકતા) ગુણાંક $e$ છે અને અથડામણ પછી પહેલા દડાનો વેગ $v_1$ અને બીજા દડાનો વેગ $v_2$ હોય તો $\ldots \ldots \ldots$ હશે ?

વિધાન $-1$  : બે પદાર્થ વચ્ચેના સ્થિતિસ્થાપક સંઘાતમાં, સંઘાત પછી પદાર્થની સાપેક્ષ ઝડપ એ સંઘાત પહેલા પદાર્થની સાપેક્ષ ઝડપ જેટલી હોય છે.

વિધાન $-2$  : સ્થિતિ સ્થાપક સંઘાતમાં તંત્રનું રેખીય વેગમાન સંરક્ષી હોય છે.

વિરુદ્ધ દિશામાં ગતિ કરતાં બે સમાન પદાર્થો વચ્ચે જો સ્થિતિસ્થાપક સંઘાત થાય તો શું થશે ? 

એક બોલ સ્થિર સ્થિતિએ રહેલા તેના કરતા બમણું દળ ધરાવતા બોલ સાથે  $1.5 m/s $ ના વેગથી હેેડઓન સંઘાત કરે છે. જો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0.6$ હોય તો અથડામણ પછી તેઓનો વેગ કેટલો હશે ?