કુલંબના નિયમનું સદિશ સ્વરૂપ ચર્ચો અને તેને સદિશ સ્વરૂપમાં દર્શાવવાનું મહત્વ જણાવો.
ધારોકે, વિદ્યુતભારો $q_{1}$ અને $q_{2}$ ના સ્થાનસદિશો અનુક્રમે $r_{1}$ અને $r_{2}$ છે જે આકૃતિ $(a)$ માં દર્શાવ્યું છે.
ધારો કે, $q_{1}$ પર $q_{2}$ ના લીધે લાગતું બળ $\overrightarrow{ F }_{12}$ અને $q_{2}$ પર $q_{1}$ ના લીધે લાગતું બળ $\overrightarrow{ F _{21}}$ છે.
$q_{1}$ અને $q_{2}$ ને $1$ અને $2$ ક્રમ આપીએ, તો $1$ થી $2$ તરફના સ્થાન સદીશને $\overrightarrow{r_{21}}$ તથા $2$ થી $1$ તરફના સ્થાન સદિશને $\overrightarrow{r_{12}}$ વડે દર્શાવ્યા.
સદિશ ત્રિકોણના સરવાળાની મદદથી.
$\overrightarrow{r_{1}}+\overrightarrow{r_{21}}=\overrightarrow{r_{2}}$
$\therefore\overrightarrow{r_{21}}=\overrightarrow{r_{2}}-\overrightarrow{r_{1}}$ અને $\overrightarrow{r_{12}}=\overrightarrow{r_{1}}-\overrightarrow{r_{2}}=-\overrightarrow{r_{21}}$
અને $\left|\overrightarrow{r_{12}}\right|=r_{12}$ તથા $\left|\overrightarrow{r_{21}}\right|=r_{21}$
$\therefore \hat{r}_{12}=\frac{r_{12}}{r_{12}}$ તથા $\hat{r}_{21}=\frac{r_{21}}{r_{21}}$ $q_{2}$ પર $q_{1}$ ના લીધે લાગતું બળ,
$\overrightarrow{ F }_{21}=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{1} q_{2}}{r_{21}^{2}} \cdot \hat{r}_{21}$ અને
$q_{1}$ પરના $q_{2}$ ના લીધે લાગતું બળ,
$\overrightarrow{ F _{12}}=\frac{1}{4 \pi \epsilon_{0}} \cdot \frac{q_{1} q_{2}}{r_{12}^{2}} \cdot \hat{r}_{12}$
પણ $\hat{r}_{12}=-\hat{r}_{21}$ લેતાં,
$\overrightarrow{ F _{21}}=-\overrightarrow{ F _{12}}$
$0.4 \;\mu \,C$ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા $-0.8 \;\mu \,C$ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ $0.2\; N $ છે. $(a)$ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું હશે? $(b)$ બીજા ગોળા પર પ્રથમ ગોળાને લીધે લાગતું બળ કેટલું હશે?
અવગણ્ય કદ ધરાવતાં બે એક સરખા વીજભારિત ગોળાઓ અનુક્રમે $2.1\, nC$ અને $-0.1\, nC$ વીજભાર ધરાવે છે. બંનેને એકબીજાનાં સંપર્કમાં લાવી $0.5$ મીટર અંતર માટે જુદા પાડવામાં આવે છે. બંને ગોળાઓ વચ્ચે ઉદ્દભવતું સ્થિત વિદ્યુત બળ $.......... \, \times 10^{-9} \,N$ છે. [ $4 \pi \varepsilon_{0}=\frac{1}{9 \times 10^{9}} SI$ એકમ આપેલ છે. ]
બે સમાન ગોળાઓ સમાન વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલા છે અને તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો એક ગોળાનો $50\%$ જેટલો વિદ્યુતભાર બીજા ગોળા પર વહન પામે તો નવું બળ ........ $F$ હશે.
બે બિંદુવત વિદ્યુતભારો $q_2$ = $3 \times 10^{-6}\ C$ અને $q_1$ =$ 5 \times 10^{-6}\ C$ એ $B \,(3, 5, 1)\ m $ આગળ અને $A\, (1, 3, 2)\ m$ આવેલા છે. $q_2$ ના લીધે $q_1$ પર બળનું મૂલ્ય શોધો.
વિદ્યુતભાર $q$ ને સમાન વિદ્યુતભાર ધરાવતા બે $Q$ વિદ્યુતભારને જોડતી રેખાની મધ્યમાં મૂકવામાં આવે છે. જો ત્રણ વિદ્યુતભારનું તંત્ર સમતોલનમાં રહે જો $q=$