આકૃતિમાં ત્રણ બિંદવત્ વિધુતભારો $\mathrm{A, B}$ અને $\mathrm{C}$ ની વિધુતક્ષેત્ર રેખાઓ દર્શાવી છે, તો નીચેના પ્રશ્નોના જવાબ આપો.
$(a)$ કયો વિધુતભાર ધન છે ?
$(b)$ કયા વિધુતભારનું મૂલ્ય સૌથી વધુ છે ? શાથી ?
$(c)$ આકૃતિ પરથી કયાં વિસ્તાર કે વિસ્તારોમાં વિધુતક્ષેત્ર શૂન્ય છે ? તમારા જવાબને સમર્થન આપો.
$(i)$ આકૃતિ પરથી $A$ અને $C$ વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે. તેથી $A$ અને $C$ પર ધન વિદ્યુતભાર જ હોય.
$(ii)$ આકૃતિ પરથી $C$ વિદ્યુતભારમાં બહાર નીકળતી ક્ષેત્રરેખાઓ મહત્તમ છે. તેથી $C$ વિદ્યુતભારનું મૂલ્ય સૌથી વધુ છે.
$(iii)$ સજાતીય વિદ્યુતભારો વચ્ચેના જે બિંદુએ સ્થિત વિદ્યુતબળ શૂન્ય હોય તે બિદુને તટસ્થ બિંદુ કહે છે. તેથી તટસ્થ બિદુનું સ્થાન ફક્ત $A$ અને $C$ ની વચ્ચે હોય.
તટસ્થ બિદુના સ્થાનનો આધાર વિદ્યુતભારો પર લાગતાં બળો પર છે. અહિં $C$ પરનો વિદ્યુતભાર $A$ પરના વિદ્યુતભાર કરતાં વધારે હોવાથી તટસ્થ બિદ્રું સ્થાન $A$ ની નજીક હોય.
$1\, mm$ ત્રિજ્યાના લાંબા સુરેખ તાર પર વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. તારની પ્રતિ $cm$ લંબાઈ $Q$ દીઠ વિદ્યુતભાર $Q$ કુલંબ છે. $50\, cm$ ત્રિજ્યા અને $1\, m$ લંબાઈના તારથી સંમિત રીતે ઘેરાયેલો છે. નળાકાર ના પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફલક્સ .......... છે.
વિદ્યુત ફલક્સનો $\mathrm{SI}$ એકમ લખો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બોક્સમાથી $\overrightarrow{\mathrm{E}}=4 \mathrm{x} \hat{\mathrm{i}}-\left(\mathrm{y}^{2}+1\right) \hat{\mathrm{j}}\; \mathrm{N} / \mathrm{C}$ જેટલું વિદ્યુતક્ષેત્ર પસાર થાય છે $A B C D$ અને $BCGF$ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ $\phi_{I}$ અને $\phi_{\mathrm{II}}$ હોય તો તેમનો તફાવત $\phi_{\mathrm{I}}-\phi_{\mathrm{II}}$ ($\mathrm{Nm}^{2} / \mathrm{C}$ માં) કેટલો મળે?
સમઘનના ખૂણા પર $Q$ વિદ્યુતભાર મૂકતાં સમઘનની એક બાજુમાંથી કેટલું ફલ્કસ પસાર થાય?
વિદ્યુતક્ષેત્ર ને $(6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}$ વડે આપવામાં આવે છે. $YZ$ સમતલમાં રહેલા $30 \hat{i} \mathrm{~m}^2$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ $SI$ એકમમાં ________ થશે.