નીચે આપેલા પ્રત્યેક સમીકરણના બે ઉકેલ શોધો :

$(i)$ $4 x+3 y=12$

$(ii)$ $2 x+5 y=0$

$(iii)$ $3 y+4=0$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(i)$ $x= 0$ લેતાં, આપણને $3y= 12$ મળે. તેથી $y = 4$ આમ, $(0,\, 4)$ આપેલ સમીકરણનો એક ઉકેલ થાય. આ જ પ્રમાણે $y = 0$ લેવાથી આપણને $x=3$ મળે. તેથી $(3,\,0)$ પણ ઉકેલ થાય.

$(ii)$ $x= 0$ લેતાં, આપણને $5y= 0$ મળે જેથી $y = 0$ થાય. આમ, $(0,\, 4)$ આપેલ સમીકરણનો એક ઉકેલ થાય. હવે જો તમે $y = 0$ લેશો તો ફરીથી તમને $(0,\, 0)$ ઉકેલ તરીકે મળશે. તે અગાઉનો ઉકેલ જ છે. બીજો ઉકેલ મેળવવા $x= 1$ લો. આથી તમે $y$ ની અનુરૂપ કિંમત $-\frac{2}{5}$ ચકાસી શકશો. આથી $\left(1,-\frac{2}{5}\right)$ એ $2 x+5 y=0$ નો બીજો ઉકેલ છે.

$(iii)$ સમીકરણ $3y + 4 = 0$ ને $0.x+ 3y + 4 = 0$ સ્વરૂપે લખી શકાય. $x$ ની કોઇપણ કિંમત માટે તમને $y=-\frac{4}{3}$ મળશે. આથી, બે $\left(0,-\frac{4}{3}\right)$ અને $\left(1,-\frac{4}{3}\right)$ મળે.

Similar Questions

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $x=3 y$

આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(4,\,0)$

જો $x = 2$, $y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલ હોય તો $k$ ની કિંમત શોધો.

આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો :  $(1,\,1)$

$y= 3$ સમીકરણનું $(i)$ એક ચલમાં $(ii)$ બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો.