જો $x = 2$, $y = 1$ એ સમીકરણ $2x + 3y = k$ નો એક ઉકેલ હોય તો $k$ ની કિંમત શોધો.
$1$
$3$
$7$
$0$
નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $3 = 2x + y$
જો બિંદુ $(3, \,4)$ સમીકરણ $3y = ax + 7$ ના આલેખ પરનું એક બિંદુ હોય તો $a$ ની કિંમત શોધો.
સમીકરણ $2x + 1 = x -3$ ને ઉકેલો અને તેના ઉકેલને $(i)$ સંખ્યારેખા પ૨ $(ii) $ કાર્તેઝિય સમતલમાં દર્શાવો.
ધોરણ $9$ ની બે વિદ્યાર્થિનીઓ યામિની અને ફાતિમાએ ભૂકંપગ્રસ્ત લોકો માટે પ્રધાનમંત્રી રાહતફંડમાં સંયુકત રીતે Rs. $100$ ફાળો આપ્યો. આ માહિતી આધારિત દ્વિચલ સુરેખ સમીકરણ લખો. (તમે તેમના ફાળાની રકમને Rs. $x$ અને Rs. $y$ લઇ શકો) આ સમીકરણ આધારિત આલેખ દોરો.
આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(2,\,0)$