નીચેની આકૃતિ ચાર પ્રક્રિયાઓ $A, B, C, D$ માટે $P-T$ આલેખ દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$A$ - સમદબ પ્રક્રિયા
$B$ - સમોષ્મી પ્રક્રિયા
$C$ - સમકદ પ્રક્રિયા
$D$ - સમતાપી પ્રક્રિયા
$27^{\circ}\,C$ તાપમાને અને $2 \times 10^7\,N / m ^2$ દબાણે રહેલા $V$ કદના અમુક જથ્થાનો વાયુ તેનું કદ બમણું ના થાય ત્યાં સુધી સમતાપીય વિસ્તરણ અનુભવે છે. પછી તે સમોષ્મી રીતે હજુ પણ કદ બમણું થાય તે રીતે વિસ્તરણ પામે છે. વાયુનું અંતિમ દબાણ $.......$ હશે. $(\gamma=1.5)$ લો
એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)
એક કિલોમોલ વાયુનું સમોષ્મી સંકોચન કરવા માટે $146 kJ $ કાર્ય કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન વાયુનું તાપમાન $7 °C$ જેટલું વધે છે. આ વાયુ ........ છે.
વિધાન : સમોષ્મી વિસ્તરણમાં હમેશા તાપમાન ઘટે
કારણ : સમોષ્મી પ્રક્રિયામાં કદ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય
સમોષ્મી પ્રક્રિયા એટલે શું ? આદર્શવાયુ માટે સમોષ્મી પ્રક્રિયામાં થતું કાર્યનું સૂત્ર મેળવો.