જો $F =$ ........ હોય, તો $F =\left(\frac{9}{5}\right) C +32$ માટે $F = C$ થાય.
$40$
$0$
$-32$
$-40$
જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય, અચળ બળ અને બળની દિશામાં પદાર્થ કાપેલા અંતરના ગુણાકારના સમપ્રમાણમાં હોય, તો આ બાબતને દ્વિચલ સુરેખ સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને અચળ બળને $3$ એકમ લઈ તેનો આલેખ દોરો. જ્યારે પદાર્થ $2$ એકમ અંતર કાપે ત્યારે તેણે કેટલું કાર્ય કર્યું હશે ? આલેખનું નિરૂપણ કરી તે ચકાસો.
નીચેનાં સમીકરણોના આલેખ દોરો
$2 x-3 y=0$
નીચેનાં વિધાનો સત્ય છે કે અસત્ય ?
તમારા ઉત્તર માટે કારણ આપો :
$(i)$ $ y-$ અક્ષની ડાબી બાજુએ $4$ એકમ અંતરે $y$- અક્ષને સમાંતર રેખાનું સમીકરણ $x = -4 $ છે.
$(ii) $ સમીકરણ $y = mx + c$ નો આલેખ ઊગમબિંદુમાંથી પસાર થાય છે. $c \neq 0$
$“3$ મોસંબી તથા $6$ નારંગીની કુલ કિંમત ₹ $210$ થાય છે.” આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.
ધારો કે $x$ એ $y$ ના સમપ્રમાણમાં છે. જ્યારે $y = 12$ ત્યારે $x = 4.$ તો સુરેખ સમીકરણ લખો. જ્યારે $x = 5$. ત્યારે $y$ ની કિંમત શું હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.