- Home
- Standard 11
- Physics
3-2.Motion in Plane
medium
નિયમિત વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ, કેન્દ્રગામી પ્રવેગના સૂત્રો આપી સમજાવો અને આ માટેના ઉદાહરણો આપો.
Option A
Option B
Option C
Option D
Solution

ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર આટલો $\left(\frac{v^{2}}{ R }\right)$ પ્રવેગ પૂરૂ પાડતું બળ $f_{c}=\frac{m v^{2}}{ R }$ છે. જ્યાં $m$ પદાર્થનું દળ છે.
આ બળ વર્તુળના કેન્દ્ર તરફ લાગે છે તેથી તેને કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી બળ કહે છે. આવું બળ પૂરું પાડનાર પરિબળો જુદી જુદી સ્થિતિમાં જુદાં જુદાં હોય છે.
$(1)$ સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ એ સૂર્ય વડે ગ્રહ પર લાગતું ગુરુત્વાર્ષણ બળ છે.
$(2)$ પરમાણુમાં ન્યુક્લિયસની આસપાસ ઈલેક્ટ્રોનને ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામીબળ એ પ્રોટોન અને ઈલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુતબળ છે.
$(3)$ સમક્ષિતિજ રસ્તા પર વર્તુળાકાર વળાંક લેતાં વાહનો માટે કેન્દ્રગામી બળ એ રસ્તા અને વાહનોના ટાયરો વચ્ચેનું ઘર્ષણબળ છે.
Standard 11
Physics