જનીનની અભિવ્યક્તિ એ $\rm {RNA}$ ની મદદ દ્વારા નિયંત્રિત થઈ શકે છે. ઉદાહરણ સહિત સમજાવો.
કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણાં પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. સૂત્રકૃમિ મેલાઈડેગાઈન ઈનકોગ્નીશિયા (Meloideyne incognitia) તમાકુના છોડના મૂળ પર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. ઉપર્યુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો, જે $RNA$ અંતઃક્ષેપ [$RNA$ interference $(RNAi)$] પ્રક્રિયા પર આધારિત હતી.
$RNA$ અંતઃક્ષેપ બધા સુકોષકેન્દ્રી સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. આ પદ્ધતિમાં વિશિષ્ટ $mRNA$, પૂરક $dsRNA$ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે $mRNA$ ના ભાષાંતરણ (translation) ને અટકાવે છે. આ પૂરક $dsRNA$ નો સ્રોત $RNA$ જનીનસંકુલ (genome) અથવા ચલાયમાન જનીનિક તત્ત્વો-પરિવર્તકો (mobile genetic elements - transposons) ધરાવતા વાઈરસ દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે, જે એક $RNA$ મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે.
એગ્રોબેક્ટેરિયમ (Agrobacterium) વાહકોનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છીએ (આકૃતિ). $DNA$ નો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી તે યજમાન કોષોમાં અર્થપૂર્ણ (sense) અને પ્રતિ અર્થપૂર્ણ (antisense) $RNA$ નું નિર્માણ કરે છે.
આ બંને $RNA$ એકબીજાના પૂરક હોય છે, જે બેવડા કુંતલમય $dsRNA$ નું નિર્માણ કરે છે, જેનાથી $RNA$ અંતઃક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિના વિશિષ્ટ $mRNA$ નિષ્ક્રિય થઈ જાય છે. જેના ફળસ્વરૂપે પારજનીનિક (transgenic) યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. આ પ્રકારે પારજનીનિક વનસ્પતિ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે
વર્તમાન ખાધ કટોકટીને ધ્યાનમાં લઈએ તો આપણને બીજી હરિયાળી ક્રાંતિની જરૂર છે. અગાઉની હરિયાળી ક્રાંતિની મર્યાદાઓને પ્રકાશિત કરો.
પરિવર્તકો (ટ્રાન્સ્પોસોન્સ) નીચે પૈકી ક્યારે ઉપયોગમાં આવે છે ?
વનસ્પતિમાં $t-DNA$ નો પ્રવેશ કોની સાથે સંકળાયેલ છે?
$RNAi$ પધ્ધતિમાં શું થાય છે ?
................... તમાકુ વનસ્પતિનાં મૂળમાં ચેપ પેદા કરે છે અને પાકઉતારામાં ઘટ ઊભી કરે છે.