ચુંબકીયક્ષેત્રની વ્યાખ્યા અને એકમ લખો.
ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભાર પર લાગતાં બળનું મૂલ્ય,
$F = B q v \sin \theta$
$\therefore B =\frac{ F }{q v \sin \theta}$
જો ઉપરના સમીકરણમાં $q=1 C , v=1 m / s , \theta=90^{\circ} \Rightarrow \sin 90^{\circ}=1$ લેવામાં આવે તો, $B = F$ માટે ક્ષેત્રને લંબરૂપે એકમ વેગથી ગતિ કરતાં એકમ વિદ્યુતભાર પર લાગતાં ચુંબકીય બળને તે બિંદુ આગળનું યુંબકીયક્ષેત્ર કહે છે.
$SI$ એકમ $:$
$B$ નો એકમ $=\frac{ F }{q v \sin \theta}$ નો એકમ
$=\frac{1 N }{1 C \times 1 ms ^{-1} \times 1}=\frac{1 N }{1 Cs ^{-1} \times 1 m }$
$=1 NsC ^{-1} m ^{-1}$ ને નિકોલા ટેસ્લા કહે છે.
$=1 \frac{ N }{ Am }$
$=1 NA ^{-1} m ^{-1}=1$ ટેસ્લા.
$B$ નો નાનો એકમ ગોસ છે.
$1$ ગોસ $=10^{-4}$ ટેસ્લા ટેસ્લાની સંજ્ઞા $T$ છે.
વિદ્યુતભારીત કણ ચુંબકીયક્ષેત્ર $45^\circ$ના ખૂણે અમુક વેગથી દાખલ થાય તો તેનો ગતિપથ ....
પ્રોટોન અને $\alpha$ ની ગતિઉર્જા $K _{ p }$ અને $K _{\alpha}$ છે. તે ચુંબકીયક્ષેત્રમાં લંબ દાખલ થતાં ત્રિજ્યાના ગુણોતર $2: 1 $ છે તો ગતિઉર્જાનો ગુણોતર $K _{ p }: K _{\alpha}$ શું હશે
અચળ વેગ સાથે ગતિ કરતો પ્રોટોન અવકાશના વિસ્તારમાંથી તેના વેગમાં ફેરફાર થયા વગર, પસાર થાય છે. જો $E$ અને $B$ નીચેનામાંથી ક્યું હોઈ શકે ?
સમાન ચુંબકીય ક્ષેત્ર ૠણ $X$ દિશામાં પ્રવર્તમાન છે.એક વિદ્યુતભાર આ ચુંબકીય ક્ષેત્રમાં $X$ દિશામાં ગતિ કરતો કરતો દાખલ થાય છે,પરિણામે ...
$X$-દિશામાં $v$ વેગ સાથે ગતિ કરતો વિદ્યુતભાર ઋણ $X$ દિશામાં રહેલા ચુંબકીયક્ષેત્રને આધિન ગતિ કરે છે. પરિણામે, વિદ્યુતભાર ...
એક વિદ્યુતભારિત કણ $10 \,m/s$ ના વેગથી $X$ -અક્ષ પર ગતિ કરી રહયો છે.તે એક વિસ્તારમાં પ્રવેશે છે.જયાં ચુંબકીયક્ષેત્ર $Y$-અક્ષ તરફ છે.અને $10^4 \,V/m$ નું વિદ્યુતક્ષેત્ર $Z$ - અક્ષ તરફ છે.જો તે અચળ વેગથી $X$-અક્ષ પર ગતિ શરૂ રાખતો હોય તો ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય?