4.Chemical Bonding and Molecular Structure
hard

બંધકારક આણ્વીય કક્ષક અને બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોના તફાવત આપો.

Option A
Option B
Option C
Option D

Solution

બંધકારક આણ્વીય કક્ષક$(BMO)$ બંધપ્રતિકારક આણ્વીય કક્ષક$(ABMO)$
તેને ટૂંકમાં $BMO$ કહે છે અને તેનું તરંગ વિધેય $\psi_{MO}$થી દર્શાવાય છે. તેને ટૂંકમાં $ABMO$ કહे છે અને તેનું તરંગ વિધેય $\psi^{*} _{MO}$ દર્શાવાય છે.
વ્યાખ્યા : બે ભિન્ન પરમાણુઓની પરમાણ્વીય કક્ષકોના તરંગ વિધેય $\psi_{ A }$ અને $\psi_{ B }$ ની સરવાળાથી $BMO$ મળે છે. $\psi_{ MO }=\psi_{ A }+\psi_{ B }$ વ્યાખ્યા : બે ભિન્ન પરમાણુઓના પરમાણ્વીય કક્ષકોનો તરંગ વિધેયના તફાવતથી મળતી આણ્વીય કક્ષકને બંધપ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. $\psi^{*}_{MO} =\psi_{ A }-\psi_{ B }$
ગુણાત્મક રીતે $BMO$ માં સંયોજાતા પરમાઘુઓના ઇલેક્ટ્રોન રચનાત્મક હોય છે અને તેમાંના બંને પરમાણુઓના ઈલેક્ટ્રોન તરંગ એક્બીજાને પ્રબલક પૂરક બને છે. ગુણાત્મક રીતે $ABMO$ માં સંયોજાયેલ પરમાણુઓના ઈલેક્ટ્રોન વિભંજક-વ્યતિકરણ પામેલ હોય છે અને તે બંને પરમાણુઓના ઇલકક્ટ્રોન તરંગ એકબીજાને વિભંજક વ્યતિકરણ લીધે રદ કરે છે.
આથી $BMO$ માં ઇલેક્ટ્રોનની ઘનતા બંધન પામેલા પરમાણુઓનાં કેન્દ્રોની વચ્ચે હોય છે. કારણકે કેન્દ્રો વચ્ચે અપાર્ષણ ઓછું હોય. આથી $ABMO$ માં ઇલેક્ટ્રોનની ધનતા બંને કેન્દ્રોની વચ્ચેની જગ્યાએથી મુખ્યત્વે દૂર સ્થાન મેળવે છે.
$BMO$ માં નોડલ સમતલ હોતું નથી. તેમાં નોડલ સમતલ બંને કેન્દ્રોની વચ્ચે હોય છે કે જ્યાં ઇલેક્ટ્રોન ધનતા શૂન્ય હોય છે.
$BMO$ રચાવાથી બંધ બની સ્થાયી અવુ બને છે. $ABMO$ રચવાથી બંધ નાબૂદ થાય છે અને અણુ અસ્થાયી બને છે.
BMO ની ઊર્જા તેને રચતાં પરમાણ્વીય કક્ષકોની ઊર્જાના કરતાં ઓછી હોય છે. $ABMO$ ની ઊર્જા તેને રચાતા પરમાણ્વીય કક્ષકોની ઊર્જા કરતાં વધારે હોય છે.
$BMO$ માં ઇલેક્ટ્રોન-ઈલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ ઇલેક્ટ્રોન કેન્દ્ર વચ્ચેના આકર્ષણ કરતા ઓછું હોય છે, જેથી $BMO$ ની ઊર્જા ઓછી હોય છે. $ABMO$ માં ઈલેક્ટ્રોન અપકર્ષણ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેના અપકર્ષણના કરતાં વધારે હોય છે, જેથી $ABMO$ ની ઊર્જા વધારે હોય છે.
$BMO$ સ્થાયી હોય છે. દા.ત. $\sigma$ અને $\pi$ એ BMO છે. $ABMO$ અસ્થાયી છે. દા.ત. $\sigma$ * અને $\pi^{*}$ એ $ABMO$ છે.
 
Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.