તફાવત આપો : સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ
સાદું પર્ણ | સંયુક્ત પર્ણ |
$(1)$ તેમાં એક જ પર્ણપત્ર હોય છે. | $(1)$ તેમાં પર્ણપત્ર સ્વતંત્ર પર્ણિકાઓમાં વહેંચાઈ જાય છે. |
$(2)$ પર્ણની કક્ષમાં કક્ષકલિકા હોય છે. | $(2)$ પર્ણિકાઓની કક્ષમાં કક્ષકલિકા હોતી નથી. |
$(3)$ પર્ણપત્રમાં છેદન કિનારીએથી થતું હોય છે. પરંતુ આ છેદન છેક મધ્યશિરા કે પર્ણદંડની ટોચ સુધી પહોંચી જતું નથી. |
$(3)$પર્ણપત્રમાં છેદન મધ્યશિરા કે પર્ણદંડની ટોચ સુધી સંપૂર્ણ હોય છે. |
$(4)$ પર્ણપત્ર છેદન પામેલ હોવા છતાં સંપૂર્ણ હોય છે. | $(4)$ તે એકપર્ણી, દ્વિપર્ણી કે બહુપર્ણી પંજાકાર સંયુક્ત પર્ણ સ્વરૂપે હોય છે. |
પીનાધાર એટલે.
જે...$X$.... પર્ણપત્ર ની ....$Y$…. સુધી પહોચી જાય તો પર્ણપત્ર….$Z$.... માં વહેંચાય છે. આવા પર્ણ સંયુકત પર્ણ છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........
$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............
જાલાકાર શિરાવિન્યાસ સાથેનાં ચક્રિય સરળ પર્ણો ...........માં હોય છે.
પર્ણના વિવિધ ભાગો વિશે જણાવો.