પર્ણના પ્રકારો $( \mathrm{Types \,\,of\,\, Leaves} )$ વર્ણવો.
$\Rightarrow$ પર્ણના મુખ્ય બે પ્રકાર છે : $(i)$ સાદું પર્ણ અને $(ii)$ સંયુક્ત પર્ણ
$(I)$ સાદું પર્ણ (Simple Leaf) : પર્ણકલક સંપૂર્ણ (અવખંડિત) હોય ત્યારે અથવા પર્ણફલક છેદિત હોય પરંતુ મધ્યશિરા સુધી છેદ ન હોય તે પર્ણ સાદું પર્ણ કહેવાય.
$(II)$ સંયુક્ત પર્ણ (Compound Leaf) : જ્યારે પર્ણફલકનું છેદન મધ્યશિરા (Midrib) સુધી પહોંચે છે ત્યારે તે પર્ણફલકને ઘણી પર્ણિકાઓ (Leaflets)માં વિભાજિત કરે છે તેવા પર્ણને સંયુક્ત પર્ણ કહે છે. સંયુક્ત પર્ણ (Compound leaf)ના બે પ્રકાર છે : પક્ષવતુ સંયુક્ત પર્ણ અને પંજાકાર સંયુક્ત પર્ણ.
પર્ણના વિવિધ રૂપાંતરણો વનસ્પતિઓને કેવી રીતે મદદરૂપ છે?
પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.
દાંડીપત્ર ...........માં હાજર હોય છે.
તેમાં પર્ણદંડ પ્રકાશસંશ્લેષણનું કાર્ય કરે છે.
કાટા, સ્પાઈન્સ અને કાટાદાર છોડમાં તરીકે કામ કરે છે.