બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધવાનું સમીકરણ લખો.
$A$ અને $\frac{A}{2}$ નાં મૂલ્યો ધરાવતા બે બળો એકબીજાને લંબ છે. તેનું પરિણામીનું મૂલ્ય ...... છે.
એક ગાડી એક કલાક સુધી $54\,km / h$ ની ઝડપે ઉત્તર દિશામાં ગતિ કરે છે. હવે તેટલા જ સમય માટે તેટલી જ ઝડપ સાથે તે પૂર્વ દિશામાં ગતિ કરે છે. ગાડીની મુસાફરી પૂર્ણ થતા તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો હોય?
સુરેખ પથ પર ઉત્તર દિશામાં $50\; km / hour$ ની અચળ ઝડપે જતી બસ ડાબી બાજુ $90^{\circ}$ એ વળાંક લે છે. વળાંક બાદ પણ જો તેની ઝડપ બદલાતી ના હોય, તો વળાંક દરમિયાનની પ્રક્રિયામાં બસના વેગમાં થતો વધારો .....
આકૃતિમાં $ABCDEF$ એક સમષટ્કોણ છે. $\overrightarrow {AB} + \overrightarrow {AC} + \overrightarrow {AD} + \overrightarrow {AE} + \overrightarrow {AF} $ નું મૂલ્ય શું થશે? ($\overrightarrow {AO} $ માં)
સદિશોના સરવાળા માટેની મહત્ત્વની શરત જણાવો.