સદિશોના સરવાળા અને બાદબાકી માટેની બૈજિક રીતે સમજાવો.
ધારો કે, $\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ એ $x y$-સમતલમાં આવેલા બે સદિશો છે.
$\overrightarrow{ A }$ ના ધટકો $\left( A _{x}, A _{y}\right)$ છે.
$\overrightarrow{ B }$ ના ધટકો $\left( B _{x}, B _{y}\right)$ છે.
$\therefore \overrightarrow{ A }= A _{x} \hat{i}+ A _{y} \hat{j}$ અને
$\therefore \overrightarrow{ B }= B _{x} \hat{i}+ B _{y} \hat{j}$
$\overrightarrow{ A }$ અને $\overrightarrow{ B }$ નો સરવાળો અથવા બાદબાકી $\overrightarrow{ R }$ હોય, તો
$\overrightarrow{ R }=\overrightarrow{ A } \pm \overrightarrow{ B }$
$\therefore$ $\overrightarrow{ R }=\left( A _{x} \hat{i}+ A _{y} \hat{j}\right) \pm\left( B _{x} \hat{i}+ B _{y} \hat{j}\right)$
સદિશોના સરવાળા માટે ક્રમનો અને જૂથનો નિયમ વાપરતાં,
$\therefore \overrightarrow{ R }=\left( A _{x}+ B _{x}\right) \hat{i} \pm\left( A _{y}+ B _{y}\right) \hat{j}$
$\therefore \overrightarrow{ R }= R _{x} \hat{i} \pm R _{y} \hat{j}$
જ્યાં,$R _{x}= A _{x} \pm B _{x}$
$R _{y}= A _{y} \pm B _{y}$
આમ, $\overrightarrow{ R }$ નો દરેક ધટક એ સદિશ $\overrightarrow{ A }$ અને સદિશ $\overrightarrow{ B }$ ના અનુરૂપ ધટકોના સરવાળા જેટલો હોય છે. આ રીતે ત્રિ-પરિમાણમાં,
$\overrightarrow{ A }= A _{x} \hat{i}+ A _{y} \hat{j}+ A _{z} \hat{k}$
$\overrightarrow{ B }= B _{x} \hat{i}+ B _{y} \hat{j}+ B _{z} \hat{k}$ હોય,તો
$\overrightarrow{ R }=\overrightarrow{ A } \pm \overrightarrow{ B }$
$\therefore \overrightarrow{ R }= R _{x} \hat{i} \pm R _{y} \hat{j}$
$R _{x}= A _{x} \pm B _{x}$
$R _{y}= A _{y} \pm B _{y}$
$R _{z}= A _{z} \pm B _{z}$
આ રીતની મદદથી ગમે તેટલી સંખ્યાના સદિશોનો સરવાળો કે બાદબાકી કરી શકાય છે.
એક કણનો સ્થાન સદિશ $ \vec r = 3{t^2}\hat i + 4{t^2}\hat j + 7\hat k $ હોય તો $10$ સેકન્ડમાં ......... $m$ સ્થાનાંતર થાય.
બે સદિશ $\vec X$ અને $\vec Y$ સમાન માન ધરાવે છે. $(\vec X - \vec Y)$ નું માન એ $(\vec X + \vec Y)$ ના માન કરતા $n$ ગણું છે. $\vec X$ અને $\vec Y$ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$\vec A$ અને $\vec B$ નો પરિણામી $\vec A$ સાથે $\alpha $ ખૂણો બનાવે છે. અને $\vec B$ સાથે $\beta $ ખૂણો બનાવે તો .....
સદિશોની બાદબાકી સમજાવો.
શું બે સદિશોનો પરિણામી સદિશ શૂન્ય થઈ શકે?