સદિશોના સરવાળા માટે ક્રમનો નિયમ (સમક્રમી છે) સમજાવો.
આકૃતિ $(a)$માં દ્શાવેલા બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો સદિશ સરવાળો કરવો છે. આ માટે બે રીતે સરવાળો થઈ શકે.
$(1)$ પ્રથમ કોઈ નિશ્ચિત બિંદુ $O$ થી $\overrightarrow{ A }$ ને મૂલ્ય અને દિશા સાથેનો સદિશ $\overrightarrow{ OP }=\overrightarrow{ A }$ દોરો.
$\overrightarrow{ A }$ ના પુચ્છ પર $\overrightarrow{ B }$ નું શીર્ષ રાખી તેના મૂલ્ય અને દિશામાંનો સદિશ $\overrightarrow{ PQ }=\overrightarrow{ B }$ દોરો. $\overrightarrow{ A }$ ના શીર્ષ અને $\overrightarrow{ B }$ ના. પુચ્છને જોડો, તેથી $\overrightarrow{ OQ }=\overrightarrow{ R }$ મળે.
$\therefore \overrightarrow{ OQ }=\overrightarrow{ OP }+\overrightarrow{ PQ }$
$\therefore R =\overrightarrow{ A }+\overrightarrow{ B } \ldots(1)$
જ્યાં $\overrightarrow{ R }$ એ $\overrightarrow{ A }+\overrightarrow{ B }$ નો સરવાળો દર્શાવે છે.
(2) હવે, નિશ્ચિત બિંદુ $Q$ થી $\vec{B}$ ના મૂલ્ય અને દિશા સાથેનો $\overrightarrow{Q S}=\vec{B}$ દોરો.
$\overrightarrow{ B }$ ના પુચ્છ પર $\overrightarrow{ A }$ શીર્ષ રાખી $\overrightarrow{ SP }=\overrightarrow{ A }$ દોરો.
$\overrightarrow{ B }$ શીર્ષ અને $\overrightarrow{ A }$ ના પુચ્છને જોડો, તેથી $\overrightarrow{ QP }=\overrightarrow{ R }$ મળે.
$\therefore \overrightarrow{ QP }=\overrightarrow{ QS }+\overrightarrow{ SP }$
$\therefore \overrightarrow{ R }=\overrightarrow{ B }+\overrightarrow{ A }$
પરિણામ $(1)$ અને $(2)$ પરથી
$\overrightarrow{ A }+\overrightarrow{ B }=\overrightarrow{ B }+\overrightarrow{ A }$ જે ક્રમનો નિયમ સાબિત થાય.
જો $ \overrightarrow A ,\,\overrightarrow B $ and $ \overrightarrow C $ ના મૂલ્ય $12, 5$ અને $13$ હોય અને $ \overrightarrow A + \overrightarrow B = \overrightarrow C $ , તો સદિશ $ \overrightarrow A $ અને $ \overrightarrow B $ વચ્ચેનો ખૂણો કેટલો હશે?
$x$ એકમ સમાન મૂલ્યના અને એકબીજાને $45^o$ ના ખૂણે રહેલા બે સદિશો નો પરિણામી સદિશ $\sqrt {\left( {2 + \sqrt 2 } \right)} $ એકમ હોય. તો $x$ નું મૂલ્ય શું થાય?
$ABC$ એ સમબાજુ ત્રિકોણ છે. દરેક બાજુની લંબાઈ $'a'$ અને તેનું પરિકેન્દ્ર $O$ છે. તો $\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C A}=.......$
એક સદિશ $\overrightarrow{O A}$ છે જેનું ઉગમ બિંદુ $O$ એ $\overrightarrow{O A}=2 \hat{i}+2 \hat{j}$ મુજબ આપી શકાય. છે. હવે તે વિષમઘડી દિશામાં $45^{\circ}$ ના $1$ ખૂણે $O$ ને અનુલક્ષીને ગતિ કરે, તો નવો સદિશ શું થશે ?
જો વર્તુળની ત્રિજયા $R$ હોય તો સદિશો $ \overrightarrow {OA} ,\,\overrightarrow {OB} $ અને $ \overrightarrow {OC} $ નો પરિણામી સદિશ કેટલો થશે?