પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો.
કીટનાશક અને નીંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો.
ગામની નજીક એક કારખાનું શરૂ કરવામાં આવ્યું. તરત જ ગામના રહીશોને વાતાવરણમાં અનિચ્છનીય વાયુના અનુભવ થવા લાગ્યા અને તેને કારણે માથાનો દુખાવો, છાતીનો દુખાવો, શરદી, ગળું સૂકાવું, શ્વાસની તકલીફો વધવા લાગી. ગામના રહીશો આ તકલીફ માટે કારખાનાની ચીમનીમાંથી નીકળતા ધુમાડાને કારણભૂત બતાવવા લાગ્યા. ત્યાં શું થયું હશે તે વર્ણવો અને તમારી સમજૂતીને લગતા રાસાયણિક સમીકરણ આપો.
બાયોગેસ કેવી રીતે બને છે ?
ગ્રીન હાઉસ અસર માટે જવાબદાર વાયુઓની યાદી તૈયાર કરો.