વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.
વિદ્યુતભારોના તંત્રની આસપાસ અવકાશમાંના બિદું વિદ્યુતક્ષેત્ર, તે બિંદુએ મૂકેલા એકમ ધન વિદ્યુતભાર પર (તંત્રને ખલેલ પહોંચાડ્યા સિવાય) લાગતું બળ આપે છે.
વિદ્યુતક્ષેત્ર એ વિદ્યુતભારોના તંત્રની લાક્ષણિક્તા છે અને વિદ્યુતક્ષેત્ર નક્ની કરવા માટે મૂકેલા પરીક્ષણ વિદ્યુતભારથી સ્વતંત્ર છે.
અવકાશમાંના દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર વ્યાખ્યાયિત થાય છે અને એક બીજા બિંદુએ બદલાય છે. વિદ્યુતક્ષેત્ર એ સદિશ છે કારણ કे તે એકમ ધન વિદ્યુતભાર પર લાગતું બળ છે અને બળ સદિશ રાશિ છે.
પ્રવેગી ગતિ કરતાં વિદ્યુતભારો તરૂંગો ઉત્પન્ન કરે છે કે પ્રકાશની ઝડપ ' $c$ ' થી પ્રસરે છે. આમ, વિદ્યુત અને ચુંબકીયક્ષેત્રોને વિદ્યુતભારો પરની તેમની અસરો (બળો) દ્વારા પારખવામાં આવે છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Q$ વિજભાર ધરાવતાં $L$ લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ $P$ પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ $P$ નું સળિયાનાં કેન્દ્ર થી અંતર $a=\frac{\sqrt{3}}{2} L$ છે.
વિધુતક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત્ વિધુતભારના વિધુતક્ષેત્રની સમજૂતી આપો.
કેન્દ્ર $O$ પર વિદ્યુતક્ષેત્ર કઈ દિશામાં હશે?
વિદ્યુતક્ષેત્ર કોને કહે છે ?
નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.