$+10^{-8} \;C$ અને $-10^{-8}\; C$ મૂલ્યના બે બિંદુવત્ વિદ્યુતભારો અનુક્રમે $q_{1}$ અને  $q_{2},$ એકબીજાથી $0.1 \,m$ અંતરે મૂકેલા છે. આકૃતિ માં દર્શાવેલ $A, B $ અને $C$ બિંદુઓએ વિધુતક્ષેત્ર ગણો. 

897-9

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$A$ આગળ ધન વિધુતભાર $q_{1}$ ને લીધે વિદ્યુતક્ષેત્ર સદિશ $E _{1 A}$ જમણી તરફની દિશામાં છે અને તેનું માન

$E_{1 A }=\frac{\left(9 \times 10^{9} \,Nm ^{2} \,C ^{-2}\right) \times\left(10^{-8} \,C \right)}{(0.05 \,m )^{2}}$$=3.6 \times 10^{4}\; N \,C ^{-1}$

$A$ આગળ ઋણ વિદ્યુતભાર $q_{2}$ ને લીધે વિદ્યુતક્ષેત્ર સદિશ $E _{2 A }$ જમણી તરફની દિશામાં છે અને તેનું માન એટલું જ (સમાન) છે. આથી, $A$ આગળનું કુલ વિધુતક્ષેત્ર  $E_{ A }$

$E_{ A }=E_{1 A }+E_{2 A }=7.2 \times 10^{4} \;N \,C ^{-1}$ છે. $E _{ A }$ ની દિશા જમણી તરફની છે.

$B$ આગળ ધન વિધુતભાર $q_{1}$ ને લીધે વિધુતક્ષેત્ર $E _{1 B }$ ડાબી તરફની દિશામાં છે અને તેનું માન

$E_{1 B }=\frac{\left(9 \times 10^{9} \,Nm ^{2} \,C ^{-2}\right) \times\left(10^{-8} \,C \right)}{(0.05 \,m )^{2}}=3.6 \times 10^{4} \,N \,C ^{-1}$

$B$ આગળ ઋણ વિદ્યુતભાર $q_{2}$ ને લીધે વિધુતક્ષેત્ર $E _{2 B }$ જમણી તરફની દિશામાં છે અને તેનું માન

$E_{2 B }=\frac{\left(9 \times 10^{9} \,Nm ^{2}\, C ^{-2}\right) \times\left(10^{-8} \,C \right)}{(0.15 \,m )^{2}}$$=4 \times 10^{3}\, N\, C ^{-1}$

$B$ આગળના કુલ વિદ્યુતક્ષેત્રનું માન

$E_{ B }=E_{1 B }-E_{2 B }=3.2 \times 10^{4} N C ^{-1}$ છે. $E _{ B }$ ડાબી તરફની દિશામાં છે.

$C$ આગળ $q_{1}$ અને $q_{2}$ દરેકને લીધે ઉદ્ભવતા વિદ્યુતક્ષેત્રનું માન

$E_{1 c}=E_{2 c}=\frac{\left(9 \times 10^{9} \,Nm ^{2} C ^{-2}\right) \times\left(10^{-8} \,C \right)}{(0.10 \,m )^{2}}$$=9 \times 10^{3} \,N\, C ^{-1}$

આ બંને સદિશો જે દિશાઓમાં છે તે આકૃતિમાં દર્શાવેલ છે. આ બે સદિશનું પરિણામી

$E_{C}=E_{1} \cos \frac{\pi}{3}+E_{2} \cos \frac{\pi}{3}=9 \times 10^{3}\, N\, C ^{-1}$ છે.

$E _{ C }$ જમણી તરફની દિશામાં છે.

Similar Questions

નીચે આપેલી ષટ્‍કોણ આકૃતિમાં કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર શૂન્ય નથી.

$q$ અને $3q$ વિદ્યુતભાર ધરાવતા બે કણો હવામાં $'r' $અંતરે ગોઠવેલા છે. $q$ વિદ્યુતભારથી ' $x$ ' અંતરે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. તો $x $નું મૂલ્ય........

  • [JEE MAIN 2024]

$20\, \mu {C}$ અને $-5\, \mu {C}$ બે વિદ્યુતભાર ધરાવતા બે કણો ${A}$ અને ${B}$ વચ્ચેનું અંતર $5\, {cm}$ છે. ત્રીજા વિદ્યુતભારને કેટલા અંતરે મૂકવાથી તેના પર લાગતું વિદ્યુતક્ષેત્ર શૂન્ય થાય?

  • [JEE MAIN 2021]

$R$ ત્રિજ્યા વાળી એક સમાન રીતે વિદ્યુતભારિત થયેલી રિંગની અક્ષ પર લાગતું વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય તેના કેન્દ્રથી $h$ અંતર આગળ છે. $h$ નું મૂલ્ય હશે.

  • [JEE MAIN 2019]

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $Q$ વિજભાર ધરાવતાં $L$ લંબાઈ અને એક સમાન વીજભારિત પાતળા તારનાં લંબ દ્વિભાજક પર આવેલ બિંદુ $P$ પરનું વિદ્યૂતક્ષેત્ર શોધો. બિંદુ $P$ નું સળિયાનાં કેન્દ્ર થી અંતર $a=\frac{\sqrt{3}}{2} L$ છે.

  • [JEE MAIN 2021]