ચુંબકત્વ વિશે જાણીતા કેટલાંક ખ્યાલો જણાવો.
ચુંબકત્વ વિશે જાણીતા કેટલાંક ખ્યાલો નીચે મુજબ છે :
$(i)$ પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે, જેનું ચુંબકીય ક્ષેત્ર લગભગ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ હોય છે.
$(ii)$ જ્યારે ગજિયા યુંબકને મુક્ત રીતે લટકાવવામાં આવે ત્યારે તે ઉત્તર-દક્ષિણ દિશા દર્શાવે છે. જે છેડો ભૌગોલિક ઉત્તર તરફ રહે તેને ચુંબકનો ઉતર($N-$ધ્રુવ) ધ્રુવ કહે છે અને જે છેડો ભૌગોલિક દક્ષિણ તરફ રહે તેને ચુંબકનો દક્ષિણ ધ્રુવ ($S-$ધ્રુવ)કહે છે.
$(iii)$જ્યારે બે ચુંબકોના (બંને)ઉતરધ્રુવો(કે દક્ષિણ ધ્રુવો )એકબીજાની નજીક લાવવામાં આવે ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. તેથી ઊલટું જ્યારે એક ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે બીજા ચુંબકનો દક્ષિણ ધ્રુવ લાવવામાં આવે ત્યારે તે આકર્ષે છે.
$(iv)$ આપણે ચુંબક્ના ઉત્તર કે દક્ષિણ ધ્રુવને જુદાં પાડી શક્તાં નથી. જો આપણે ગજિયા ચુંબકના બે ટુકડા કરીએ તો આપણને આવા જ બે ગજિયા ચુંબક મળે છે. જેમના ચુંબકીય ગુણધર્મો થોડા નબળા હોય છે. વિદ્યુતભારોની જેમ સ્વતંત્ર ઉત્તર ધ્રુવ અને દક્ષિધ ધ્રુવ એટલે કे ચુંબકીય એક ધ્રુવીઓ $(Magnetic Monopole)$ અસ્તિત્વ ધરાવતી નથી.
$(v)$ લોખંડ અને તેની મિશ્રધાતુઓ $(Alloys)$ માંથી ચુંબકને બનાવી શકાય છે.
ચુંબકત્વ માટે ગૉસનો નિયમ લખો.
ચુંબકત્વ અને સ્થિતવિધુત માટેના નિયમ વચ્ચેનો તફાવત શું છે? તે જણાવો
વિદ્યુતશાસ્ત્રમાં વિદ્યુતભારને અનુરૂપ ચુંબકત્વમાં કઈ ભૌતિકરાશિ મળે છે ? તે જણાવો ?
$5.0 \,cm$ લંબાઈના ગજિયા ચુંબકના મધ્યબિંદુથી $50 \,cm$ અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે ? ઉદાહરણની જેમજ, ગજિયા ચુંબકની ચુંબકીય ચાકમાત્રા (મોમેન્ટ) $0.40\; A m ^{2}$ છે.
બંને ચુંબકની ડાઇપોલ મોમેન્ટ $M $ છે.બંને ચુંબકના લંબદ્રિભાજક પર કેન્દ્રથી $d$ અંતરે $P$ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય?