Environmental Study
medium

વાતાવરણમાં આવેલા જુદા જુદા આવરણની માહિતી આપો અને તેમાં રહેલા ઘટકોની સમજૂતી આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

પૃથ્વીની આસપાસ રહેલા વાતાવરણના સ્તરની જાડાઈ બધી ઊંચાઈએ સમાન હોતી નથી. એટલે કે, હવાના જુદા જુદા સંકેન્દ્રિ સ્તર જોવા મળે છે. આ દરેક સ્તર જુદી જુદી ઘનતા ધરાવે છે.

વાતાવરણનો નીચેનો વિસ્તાર જ્યાં માનવ સહિતની સમગ્ર જીવસૃષ્ટિ વસે છે. તેને ક્ષોભ-આવરણ $(Troposphere)$ કહે છે. તે દરિયાની સપાટીથી લગભગ $10\,km$ ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે.

ક્ષોભ-આવરણમાં ધૂળના રજકણો, વધુ પ્રમાણમાં પાણીની બાષ્પ અને વાદળો આવેલા હોય છે. આ ક્ષેત્રમાં હવાના પ્રબળ પ્રવાહ અને વાદળોનું નિર્માણ થાય છે.

દરિયાની સપાટીથી $10\,km$ થી $50\,km$ની વચ્ચેના વિસ્તારને સમતાપ આવરણ $(Stratosphere)$ કહે છે. સમતાપ આવરણમાં ડાયનાઇટ્રોજન, ડાયઑક્સિજન, ઓઝોન અને થોડા પ્રમાણમાં પાણીની બાષ્પ હોય છે.

સૂર્યના હાનિકારક પારજાંબલી કિરણોનાં $99.5\%$ ભાગને સમતાપ આવરણમાં રહેલો ઓઝોન પૃથ્વીની સપાટી સુધી પહોંચતા રોકે છે અને તેની અસરોથી માનવજાત અને પ્રાણીઓનું રક્ષણ કરે છે.

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.