ચલિતબળનું ઉદાહરણ સમજાવો અને હૂકના નિયમનું સૂત્ર તારવો
જયારે સ્પિંગ્રને $0.02\;m$ ખેંચતાં $U$ ઊર્જાનો સંગ્રહ થાય છે. હવે, તેને $0.1\;m$ સુધી ખેંચતા ઊર્જાનો સંગ્રહ કેટલો થશે?
સ્પ્રિંગ અચળાંકની વ્યાખ્યા અને એકમ લખો.
કાર એક્સિડન્ટ (અથડામણ) ને તાદર્શય કરવા માટે, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ આચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદર્શય વિચારો કે જેમાં $18.0\ km / h$ની ઝડપથી ગતિ કરતી $1000 kg$ દળની કાર, સમક્ષિતિજ રીતે લગાડેલ $6.25 \times 10^{3} N m ^{-1}$ સ્પ્રિંગ અંચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. ઘર્ષણના અચળાંક દાના $0.5$ મૂલ્ય માટે ધ્યાનમાં લો અને સ્પ્રિંગનું મહત્તમ સંકોચન ગણો.
$800 N/m$ જેટલું બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ $5 cm$ જેટલી ખેંચાયેલી (વિસ્તરેલી) છે. $5 cm$ થી $15 cm$ સુધી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય.......$J$ શોધો.
કારના ઍક્સિડન્ટ (અથડામણ )ને તાદૃશ્ય $(Simulation)$ કરવા માટે, કારના ઉત્પાદકો જુદા જુદા સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે કારોની અથડામણનો અભ્યાસ કરે છે. એક એવું તાદેશ્ય વિચારો કે જેમાં $18.0\; km / h$ ની ઝડપથી લીસા રસ્તા પર ગતિ કરતી $1000\; kg$ દળની કાર, સમક્ષિતિજ રીતે લગાડેલ $6.25 \times 10^{3} \;N m ^{-1}$ સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગ સાથે અથડાય છે. સ્પ્રિંગનું મહત્તમ સંકોચન કેટલું હશે ?