ચલિતબળનું ઉદાહરણ સમજાવો અને હૂકના નિયમનું સૂત્ર તારવો
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઘર્ષણરહિત સપાટી પર રહેલ $m$ દળના બ્લોકને $k$ જેટલા બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે બધીને દીવાલ સાથે જોડેલ છે. શરૂઆતમાં તે મૂળભૂત અવસ્થામાં છે. જો તેના પર જમણી બાજુ $F$ જેટલું અચળ બળ લગાવતા સ્પ્રિંગ $x$ જેટલી ખેંચાઇ ત્યારે બ્લોકનો વેગ કેટલો હશે?
$k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગની લંબાઇ $ x = 0 $ થી $ x = {x_1} $ વધારતાં કેટલું કાર્ય થશે?
ચક્રિય પ્રક્રિયામાં સ્પ્રિંગ બળ વડે થતું કાર્ય જણાવો.
$0.5\, kg$ દળ અને $12\, m / sec$ જેટલી પ્રારંભિક ઝડપ સાથે ગતિ કરતું ચોસલું તેની ઝડ૫ અડધી થાય તે પહેલાં એક સ્પ્રિંગ ને $30\, cm$ જેટલી દબાવે છે. સ્પ્રિંગનો સ્પ્રિંગ અચળાંક........$N / m$ હશે.
$800 N/m$ જેટલું બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ $5 cm$ જેટલી ખેંચાયેલી (વિસ્તરેલી) છે. $5 cm$ થી $15 cm$ સુધી વિસ્તરણ દરમિયાન થતું કાર્ય.......$J$ શોધો.