નીચે બે વિધાનો આપેલ છે : એક વિધાનને કથન $A$ અને બીજાને કારણ $R$ તરીકે દર્શાવ્યા છે.
કથન $A$ : જ્યારે મુક્ત રહેલા સળિયાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં ઉષ્મીય પ્રતિબળ ઉત્પન્ન થતું નથી.
કારણ $R$ : ગરમ કરવાથી સળિયાની લંબાઈ વધે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, આપેલા વિકલ્પો પૈકી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.
બંને $A$ અને $R$ સાચાં છે પરંતુ $R$ એ $A$ નું સાચું સ્પષ્ટીકરણ નથી.
$A$ એ ખોટું પણ $R$ સાચું છે.
$A$ એ સાચું પણ $R$ ખોટું છે.
બંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ નું સાચું સ્પષ્ટીકરણ આપે છે.
$0.5 \times 10^{11} \mathrm{~N} \mathrm{~m}^{-2}$ યંગનો મોડ્યુલસ, $10^{-5}{ }^{\circ} \mathrm{C}^{-1}$ જેટલો રેખીય તાપીય વિસ્તરણાંક, લંબાઈ $1 \mathrm{~m}$ અને આડછેદનું ક્ષેત્રફળ $10^{-3} ~m^2$ હોય તેવા એક ધાત્વિય સળિયાને $0^{\circ} \mathrm{C}$ થી $100^{\circ} C$ તાપમાને તે વિસ્તરણ પામે નહિ કે વળે નહીં તે રીતે ગરમ કરવામાં આવે છે. તેમાં ઉત્પન્ન દાબીય બળ. . . . . . . હશે.
રેખીય પ્રસરણાંક અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ લખો.
$0^o $ $C$ એ એક ઘન પર બાહ્ય દબાણ $P$ આપવામાં આવે છે કે જેથી તેનું દરેક બાજુએથી સમાન સંકોચન થાય છે.ઘનના દ્રવ્યનો કદ સ્થિતિસ્થાપકતા અંક $( Bulk$ $modulus )$ $K $ અને રેખીય પ્રસરણ ગુણાંક $\alpha $ છે.ધારો કે તેને ગરમ કરીને તેના મૂળ કદમાં પાછો લાવવો હોય,તો તાપમાનમાં કરવો પડતો વધારો છે:
જ્યારે પાણીને $0\,^oC$ થી $10\,^oC$ સુધી ગરમ કરવામાં આવે, તો તેનાં કદમાં કેવો ફેરફાર થશે ?
${L_0}$ લંબાઇના તારનું તાપમાન $T$ વધારવામાં આવે,ત્યારે તેની ઊર્જા ઘનતા કેટલી થાય? તારનો કદ પ્રસરણાંક $\gamma$ અને યંગ મોડયુલસ $Y$ છે.