$t$ જાડાઈ અને $1$ લંબાઈની બે ધાતુની સીધી પટ્ટીને એકબીજા સાથે $Rivet$ કરવામાં આવે છે. તેમના રેખીય પ્રસણાંક અનુક્રમે $X$,અને $X _2$ છે. તેમને $\Delta T$ તાપમાને ગરમ કરવામાં આવે તો નવી બનેલી પટ્ટી $............$ ત્રિજ્યાનો ) બનાવવા માટે વળશે.
$\left.t /\left\{\alpha_1+\alpha_2\right) \Delta T \right\}$
$t /\left\{\left(\alpha_2-\alpha_1\right) \Delta T\right\}$
$t\left(\alpha_1-\alpha_2\right) \Delta T$
$t\left(\alpha_2-\alpha_1\right) \Delta T$
ધાતુ પતરામાંથી બનેલા સમઘન આકારની પેટી (બોક્સ) ની દરેક બાજુ $‘a'$ છે ધાતુ પતરા માટે ઓરડાનાં તાપમાન $'T'$ એ રેખીય પ્રસરણાંક $‘\alpha$' છે. ધાતુ પતરાને સમાન રીતે ઓછા તાપમાન $\Delta T$ થી ગરમ કરવામાં આવે છે કે જેથી તેનું નવું તાપમાન $T +\Delta T$ થાય છે. ધાતુ પેટીનાં કદમાં થતો વધારો ...............
$50 \,cm$ લંબાઈ અને $3.0\, mm$ વ્યાસવાળા પિત્તળના સળિયાને તેટલી જ લંબાઈ અને તેટલા જ વ્યાસ ધરાવતાં સ્ટીલના સળિયા સાથે જોડવામાં આવે છે. સંયુક્ત સળિયાની મૂળ લંબાઈ $40 \,^oC$ તાપમાને છે. જે તાપમાન $250 \,^oC$ કરવામાં આવે, તો આ લંબાઈમાં થતો ફેરફાર કેટલો હશે ? શું જંક્શન પર ઉષ્મીય પ્રતિબળ ઉદ્ભવશે ? સળિયાના છેડાઓ પ્રસરણ પામવા માટે મુક્ત છે. (પિત્તળ માટે રેખીય પ્રસરણાંક $= 2.0 \times 10^{-5}\, K^{-1}$, સ્ટીલ માટે રેખીય પ્રસરણાંક $= 1.2 \times 10^{-5}\, K^{-1}$
જ્યારે $57\,^oC$ તાપમાનવાળી ગરમ ચા પીતા હોય ત્યારે દાંતના પોલાણમાં ભરેલ તાંબાના લીધે પોલાણમાં ઉદભવતું પ્રતિબળ ગણો. શરીર એટલે દાંતનું તાપમાન $37\,^oC$ અને તાંબાનો $\alpha = 1.7 \times 10^{-5}/^oC$ તેમજ તાંબાના બલ્ક મોડ્યુલસ $K = 140 \times 10^9\, N/m^2 $
લોખંડ અને કોપરના સળિયાની લંબાઇ વચ્ચેનો તફાવત દરેક તાપમાને $10\ cm$ છે. જો ${\alpha _{Fe}} = 11 \times {10^{ - 6}}\, ^\circ \,{C^{ - 1}}$અને ${\alpha _{cu}} = 17 \times {10^{ - 6}}\,^\circ {C^{ - 1}}$ હોય તો તેની લંબાઇ અનુક્રમે કેટલી હશે?
ગ્લિસરીનનો સાચો કદ પ્રસરણાંક $0.000597$ પ્રતિ $°C$ અને કાચનો રેખીય પ્રસરણાંક $0.000009$ પ્રતિ $°C$ છે.તો ગ્લિસરીનનો સ્પષ્ટ કદ પ્રસરણાંક કેટલો થશે?