રસાયણો, ઉત્સેચકો અને જૈવિક અણુઓના ઔધોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

કેટલાક વિશિષ્ટ પ્રકારનાં રસાયણો જેવાં કે કાર્બનિક ઍસિડ, આલ્કોહોલ તેમજ ઉત્સેચકો વગેરેના વ્યાવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. ઍસિડિક ઉત્પાદનોનાં ઉદાહરણ : એસ્પરજીલસ નાઈઝર (Aspergillas niger) ફૂગમાંથી સાઇટ્રિક ઍસિડ, એસીટોબેક્ટર એસેટી (Acetobacter aceti) બેક્ટેરિયામાંથી ઍસેટિક ઍસિડ, ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીરિકમ (Clostridium butyricum) બેક્ટેરિયા દ્વારા બ્યુટેરિક ઍસિડ તેમજ લેક્ટોબેસિલસ (Lactobacillus) બેક્ટેરિયા દ્વારા લેક્ટિક ઍસિડ મેળવાય છે.

          ઇથેનોલના વ્યાવસાયિક ઉત્પાદન માટે યીસ્ટ (Saccharomyces cerevisiae) નો ઉપયોગ થાય છે. સૂક્ષ્મજીવો દ્વારા ઉત્સચકોનું પણ ઉત્પાદન કરવામાં આવે છે. લાઈપેઝનો ઉપયોગ ડિટર્જન્ટની બનાવટમાં તેમજ લોન્ડ્રીમાં તૈલી ડાઘ દૂર કરવામાં થાય છે.

તમે જોયું હશે કે, ઘરે કાઢવામાં આવેલ ફળોના રસ કરતાં, બજારમાં બોટલમાંના પેક કરેલ ફળોનો રસ વધુ સાફ (clear) હોય છે કારણ કે, બોટલમાં પેક કરેલ ફ્રૂટજ્યુસને પેક્ટિનેઝ (pactinase) અને પ્રોટીએઝ (protease) વડે શુદ્ધ કરવામાં આવે છે. સ્ટ્રેપ્ટોકાઇનેઝ ઉત્સેચક સ્ટ્રેપ્ટોકોક્સ (streptococcus) બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે છે, જે જનીન ઇજનેરીવિદ્યા દ્વારા રૂપાંતરિત કરેલ છે,

દર્દીની રૂધિરવાહિનીઓમાં જામેલ રુધિર (clot) ને તોડવા માટે 'clot bluster' તરીકે તેનો ઉપયોગ થાય છે. જે એવા દર્દીઓ માટે ઉપયોગી છે જેમને હદયની વાહિનીઓ જામ (myocardial infraction) થવાને કારણે હાર્ટએટેક થવાની સંભાવના હોય. 

          ટ્રાયકોડર્મા પોલિસ્પોરમ (Trichoderma polysporum) ફૂગ દ્વારા મેળવાતું સાયક્લોસ્પોરિન $A$ દર્દીઓના અંગ પ્રત્યારોપણમાં પ્રતિકારકતા ઘટાડનાર ઘટક (immuno suppressive agent) તરીકે વપરાય છે. રુધિરમાં કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટાડવા સ્ટેટિન્સ વપરાય છે, જેનું વ્યાવસાયિક ધોરણે ઉત્પાદન મોનાસ્કસ પુર્પુરિયસ (Monascus purpureus) યીસ્ટમાંથી કરવામાં આવે છે. કૉલેસ્ટેરોલના સંશ્લેષણ માટે જવાબદાર ઉત્સેચક સ્પર્ધા-નિગ્રાહકની જેમ કાર્ય કરે છે.

Similar Questions

બીયર ......માંથી તૈયાર કરવામાં આવે છે.

કયુ વિધાન સાચું છે ?

યીસ્ટ .......નાં ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાય છે.

સાચી જોડ શોધો :

સૂક્ષ્મ સજીવો દ્રારા ઔદ્યોગિક રીતે સંશ્લેષિત કરેલાં કયાં ઉત્પાદનો માનવજાત માટે ઉપયોગી છે ?