સંપર્ક દ્વારા પદાર્થને કેવી રીતે વિધુતભારિત કરી શકાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

બરુની ગોળી $(Pith\,ball)$ને વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાનો સંપર્ક કરાવીએ ત્યારે સળિયા પરના ઇલેક્ટ્રોન (ઋણ વિદ્યુતભારો) બરુની ગોળી પર સ્થાનાંતરિત થાય છે તેથી તે ઋણ વિદ્યુતભારિત થાય છે.

આ વિદ્યુતભારિત થયેલી બરુની ગોળીને વિદ્યુતભારિત પ્લાસ્ટિકના સળિયાની નજીક લાવતાં અપાકર્ષણ થાય પણ ધન વિદ્યુતભારિત કાચના સળિયાની નજીક લાવતાં આકર્ષાય છે.

Similar Questions

એક ધાતુના ગોળાને સ્પર્યા વિના તમે તેને કેવી રીતે ધન વિધુતભારિત કરી શકશો ? 

એક તટસ્થ ગોળા પર $10^{12} \,\alpha$ - કણો પ્રતિ સેકન્ડ પડે છે. વિદ્યુતભાર પ્રસ્થાપિત તથા $2\ \mu C$ જેટલો વિદ્યુતભાર પ્રસ્થાપિત થવા માટે કેટલા ......$s$ નો સમય લાગશે?

સ્થિત વિધુતપેરણ કોને કહેવાય ?

વિદ્યુતભાર એ ઈલેક્ટ્રોનીક્સ ભાર $e$ નો પૂર્ણ ગુણાંક છે ઉપરનું વિધાન કોને સાબિત કર્યું છે?

ધાતુના વિદ્યુતભારિત ગોળા $A$ ને નાયલોનની દોરી વડે લટકાવેલ છે. આકૃતિ $(a)$ માં દર્શાવ્યા મુજબ અવાહક હાથા (હેન્ડલ) વડે પકડેલ બીજો વિધુતભારિત ગોળો $B, A$ ની નજીક એવી રીતે લાવવામાં આવે છે કે તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર $10\, cm$ હોય. આનાથી થતું નું અપાકર્ષણ નોંધવામાં આવે છે. (દાખલા તરીકે, એક પ્રકાશકિરણ વડે તેને પ્રકાશિત કરી પડદા પર તેનું આવર્તન/સ્થાનાંતર માપીને). $A$ અને $B$ ગોળાઓને અનુક્રમે $C$ અને $D$ વિદ્યુતભારરહિત ગોળાઓ સાથે આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ સ્પર્શ કરાવવામાં આવે છે. હવે $C$ અને $D$ ને દૂર કરી $B$ ને $A$ ની નજીક તેમનાં કેન્દ્રો વચ્ચેનું અંતર $5.0\, cm$ થાય તેમ લાવવામાં આવે છે [ આકૃતિ $(c)$ ]. કુલંબના નિયમના આધારે $A$ નું અપાકર્ષણ કેટલું થશે ? $A$ અને $C$ ગોળાઓ તથા $B$ અને $D$ ગોળાઓનાં પરિમાણ સમાન છે. $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેના અંતરની સરખામણીએ તેમનાં પરિમાણ અવગણો.