કેપેસિટરમાં ઊર્જા કેવી રીતે સંગ્રહ પામે છે ? અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઊર્જાનું સૂત્ર મેળવો.
વિદ્યુતભારવિહિન સુવાહકો $1$ અને $2$ આકૃતિમાં દર્શાવ્યા મુજબના લો.
સુવાહક $2$ પરથી ધન વિદ્યુતભારને સુવાહક $1$ પર ટૂકડે-ટૂકડે લઈ જાવ કે જેથી સુવાહક $2$ વિદ્યુતભાર પાપ્ત કરે.
સુવાહક $2$ પરથી ધન વિદ્યુતભારને સુવાહક $1$ પર લઈ જવા માટે બહારથી કાર્ય કરવું પડશે કારણ કે કોઈ પણ તબક્કે સુવાહક $1$ એ સુવાહક $2$ કરતાં ઊંચા સ્થિતિમાને છે.
કરેલા કુલ કાર્યની ગણતરી, અત્યંત સૂક્ષ્મ વિદ્યુતભારના સ્થાનાંતરમાં થતાં કાર્ય પરથી કરીએ.
ધારોકે, કોઈ તબક્કે સુવાહકો $1$ અને $2$ પર અનુક્રમે $Q^{\prime}$ અને - $Q$ ' વિદ્યુતભાર છે. આ તબક્કે તેમની વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત $V ^{\prime}=\frac{ Q ^{\prime}}{ C }$ છે. જ્યાં $C$ એ તંત્રનું કૅપેસિટન્સ છે.
હવે સૂક્ષ્મ વિદ્યુતભાર $\delta Q'$ ને સુવાહક $2$ પરથી $1$ પર સ્થાનાંતરિત કરવા કરેલું કાર્ય, $\delta W = V ^{\prime} \delta Q ^{\prime}$
$\therefore \delta W =\frac{ Q ^{\prime} \delta Q ^{\prime}}{ C }\dots(1)$
સુવાહક $2$ પરથી સુવાહક $1$ પર $Q$ વિદ્યુતભારને લઈ જવા કરવું પડતું કુલ કાર્ય $W =\int d W$ સંકલન કરવાથી મળે.
$\therefore W =\int_{0}^{ Q } \frac{ Q ^{\prime}}{ C } \cdot \delta Q ^{\prime}$
$\therefore W =\frac{1}{ C } \int_{0}^{ Q } Q ^{\prime} \delta Q ^{\prime}=\frac{1}{ C }\left[\frac{\left( Q ^{\prime}\right)^{2}}{2}\right]_{0}^{ Q }$
$=\frac{1}{ C }\left[\frac{ Q ^{2}}{2}\right] \quad \therefore W =\frac{ Q ^{2}}{2 C }$
સ્થિત વિદ્યુતબળ સંરક્ષી હોવાથી આ કાર્ય કૅપેસિટર જેવી બે સુવાહકોની રચનામાં સ્થિતિઊર્જા રૂપે સંગ્રહ પામે છે.
$\therefore$ કૅપેસિટરની સ્થિતિઊર્જા,
$U=\frac{Q^{2}}{2 C}$
વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે?
$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
એક ઓટોમોબાઈલ સ્પ્રિંગ $5000\, N$ લોડ માટે $0.2\ m$ સુધી વધે છે. તો આ સ્પ્રિંગ $0.2\ m$ જેટલી સંકોચાયેલી હોય ત્યારે સંગ્રહિત સ્થિતિ ઊર્જા અને $10000\, V$ ના સ્થિતિમાન તફાવતે $10\ \mu F$ કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર કેટલો હશે ?
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેના અવકાશમાં એકસમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે અને પ્લેટોનું ક્ષેત્રફળ $A$ હોય, તો કેપેસીટરમાં સંગ્રહ પામતી ઉર્જા કેટલી હશે?
$V \rightarrow Q$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. આ આલેખમાં $\triangle OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?