- Home
- Standard 10
- Science
પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચનાને તેના આધુનિક આવર્તકોષ્ટકમાં સ્થાન સાથે શો સંબંધ છે ?
Solution
પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચનાને તેના આધુનિક આવર્તકોષ્ટકમાં સ્થાન સાથે નીચે મુજબનો સંબંધ જોવા મળે છે એટલે કે તત્ત્વ પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચના ઉપરથી સમૂહ ક્રમ અને આવર્તનો ક્રમ એટલે કે પરમાણુનું સ્થાન નક્કી કરી શકાય છે.
પરમાણુની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રૉનની સંખ્યા એ સમૂહનો ક્રમ જણાવે છે.
દા.ત., સોડિયમ $(Na)$ તત્ત્વનો પરમાણ્વીય ક્રમાંક $11$ છે. આથી, તેની ઇલેક્ટ્રૉનીય રચના $Na\,(Z=11)$ $\begin{matrix}
K & L & M \\
2 & 8 & 1 \\
\end{matrix}$
આમ, તેની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રૉન છે. આથી તે આવર્તકોષ્ટકના સમૂહ $-1$ નું તત્ત્વ છે.
પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચનામાં કક્ષાઓની સંખ્યા (કોશોની સંખ્યા) એ આવર્તનો ક્રમ જણાવે છે. જેમ કે, સોડિયમ પરમાણુ $(Na)$ પાસે $3$ કક્ષા $K$, $L$, $M$ છે. આથી, તે આવર્તકોષ્ટકના આવર્ત $3$ નું તત્ત્વ છે તેવું કહી શકાય.
Similar Questions
આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-
સમૂહ $16$ | સમૂહ $17$ |
– | – |
– | $A$ |
– | – |
$B$ | $C$ |
$ (a)$ જણાવો કે, $A$ ધાતુ છે કે અધાતુ.
$(b)$ જણાવો કે, $A$ ની સરખામણીમાં $C$ વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક.