જો વાતાવરણમાં વિદ્યુતક્ષેત્ર આશરે $150 \,volt / m$ અને પૃથ્વીની ત્રિજ્યા $6400 \,km$ કિમી હોય તો પૃથ્વીની સપાટી ૫ર કુલ વિદ્યુતભાર .......... કુલંબ છે.

  • A

    $6.8 \times 10^5$

  • B

    $6.8 \times 10^6$

  • C

    $6.8 \times 10^4$

  • D

    $6.8 \times 10^9$

Similar Questions

પાંચ વિદ્યુતભારો $+q,+5 q,-2 q,+3 q$ અને $-4 q$ ને આક્રૂત્તિમાં દર્શાવ્યા અનુસાર ગોઠવવામાં આવ્યા છે.

સપાટી $s$ માંથી પસાર થતું આ વિદ્યુતભારોની ગોઠવણીને કારણે સંકળાયેલ ફ્લક્સ...........છે. 

  • [JEE MAIN 2024]

ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દોરો.

સમક્ષિતિજ સમતલમાં તેની અંદરની બાજુની રેખા પર કોઈ વિદ્યુતભાર ન હોય તેવો $a$ ત્રિજ્યાનો સમતલ સપાટી વાળો એક અર્ધ ગોળો છે. તેની શિરોલંબ દિશા સાથે $\pi /4$ ખૂણો બનાવે તેમ સમાન વિદ્યુતક્ષેત્ર આવેલું છે. અર્ધ ગોળાની વક્ર સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલક્સ ....... છે.

એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા અંતર પર કેવી રીતે આધાર રાખે છે ?

નીચે બે વિધાન આપવામાં આવ્યા છે :

વિધાન $I :$ એક વિદ્યુત દ્વિધ્રુવીને પોલા ગોળાના કેન્દ્રમાં મૂકવામાં આવે છે. ગોળામાંથી પસાર થતા વિદ્યુત ક્ષેત્રનું ફલકસ શૂન્ય છે પરંતુ ગોળામાં ક્યાંય વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી.

વિધાન $II :$ ઘન ધાત્વીક ગોળાની ત્રિજ્યા $'R'$ અને તેના પર રહેલો કુલ વિજભાર $Q$ છે.$r ( < R)$ ત્રિજ્યા ધરાવતા ગોલીય સપાટીના કોઈપણ બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પરંતુ $‘r'$ ત્રિજ્યા ધરાવતા આ બંધ ગોલીય સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લકસ નું મૂલ્ય શૂન્ય નથી.

ઉપરોક્ત વિધાનને અનુલક્ષીને આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :

  • [JEE MAIN 2021]