ન્યુક્લિયસની ત્રિજ્યા  (પરિમાણ)  કેવી રીતે અંદાજવામાં આવી ? અને તેની ત્રિજ્યા અને પરમાણુદળાંક સાથેનો સંબંધ લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

રધરફર્ડના સૂચનથી ગેઈગર અને માર્સ્ડને પાતળા સોનાના વરખ વડે થતાં $\alpha$-કણોના પ્રકીર્ણનના પ્રયોગ પરથી સોનાના ન્યુક્લિયસનું વાસ્તવિક પરિમાણ $4.0 \times 10^{-14} m$ કરતાં ઓછું હોવાનું સૂયન ક્યું.

રધરફર્ડે $\alpha$-કણને બદલે ઝડપી ઈલેક્ટ્રોનને પ્રક્ષિપ્ત કણ તરીકે લઈને જુદા-જુદા તત્વોના લક્ષ પર મારો ચલાવી પ્રક્રિર્ણનના પ્રયોગો કરીને જુદા જુદાં તત્ત્વોના ન્યુક્લિયસના પરિમાણો ચોકસાઈપૂર્વક માપવા નીચેનું સૂત્ર મેળવ્યું.

$A$ પરમાણુદળાંક ધરાવતા ન્યુક્લિયસની સરેરાશ ત્રિજ્યા $R=R_{0} A^{1 / 3}$ સૂત્ર વડે અપાય છે.

જ્યાં $R _{0} =1.2 \times 10^{-15}\,m$

$=1.2 fm$જ્યાં $1 fm =10^{-15}\,m$ છે.

ન્યુક્લિયસનું કદ,

$V=\frac{4}{3} \pi R^{3}$

$=\frac{4}{3} \pi\left(R_{0} A^{1 / 3}\right)^{3}$

$=\frac{4}{3} \pi R_{0}^{3} A$

$\therefore V \propto A \quad\left[\because \frac{4}{3} \pi R _{0}^{3}=\right.અચળ]$

અને ન્યુક્લિયસની ધનતા,

$\rho=\frac{ M }{ V }=\frac{ mA }{\frac{4}{3} \pi R _{0}^{3} A }=\frac{3 m }{4 \pi R _{0}^{3}}$

આમ, ન્યુક્લિયસની ધનતા એ પરમાણુદળાંક $A$ પર આધારિત નથી.

ન્યુક્લિયસના દ્રવ્યની ધનતા,

$\rho=\frac{ M }{ V }=\frac{ mA }{\frac{4}{3} \pi R _{0}^{3} A }=\frac{3 m }{4 \pi R _{0}^{3}}$

આમ, ન્યુક્લિયસની ધનતા એ પરમાણુદળાંક $A$ પર આધારિત નથી.

ન્યુક્લિયસના દ્રવ્યની ધનતા,

$\rho=\frac{3 m }{4 \pi R _{0}^{3}}=\frac{3 \times 1.66 \times 10^{-27}}{4 \times 3.14 \times\left(1.2 \times 10^{-15}\right)^{3}}$

$\therefore \rho=0.22945 \times 10^{18}$

$\therefore \rho \approx 2.3 \times 10^{17} kg m ^{-3}$

આમ, ન્યુક્લિયસની ધનતા પાણીની ધનતા $\left(10^{3} kg m ^{-3}\right)$ કરતાં $2.3 \times 10^{14}$ ગણી મોટી છે.

ન્યુક્સિયસની ધનતા આટલી બધી મોટી હોવાનું કારણ પરમાણુ મહદઅંશે ખાલી છે.

Similar Questions

ન્યૂટ્રૉનની શોધ કોણે કરી હતી ? 

પરમાણુ દળના એકમ અને તેની વ્યાખ્યા લખો. 

ન્યુકિલયસનો અણુભાર $ A = 40 $ અને ઇલેકટ્રોન રચના $1{s^2},\;2{s^2},\;2{p^6},\;3{s^2},\;3{p^6} $ હોય,તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા અનુક્રમે કેટલી થાય?

$R_0$ અચળાંકનું મૂલ્ય લખો.

ન્યુક્લિયસનો સામાન્ય પરિચય આપો.