વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
$(A)$ સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ.
$(B)$ વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે.
$(C)$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે.
$(D)$ વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે.
$(E)$ ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે.
ફક્ત $D$
ફક્ત $B$ અને $D$
ફક્ત $B , C$ અને $E$
ફક્ત $A, B$ અને $E$
એક ધાતુમાં $X-$ દિશામાં $J_x$ ઘનતા ધરાવતો પ્રવાહ વહે છે તેને $B_z$ ($z-$ દિશામાં)જેટલા ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. તેમાં $Y-$દિશામાં $E_y$ જેટલું વિદ્યુતક્ષેત્ર ઉત્પન્ન થાય છે જે $J_x$ અને $B_z$ ના સમપ્રમાણમાં છે.તો તેના માટેના સમપ્રમાણતા અચળાંકનો $SI$ એકમ શું થશે?
એક વીજચુંબકીય તરંગમાં, કોઈક ક્ષણ અને નિશ્ચિત સ્થાને વીજક્ષેત્ર ઋણ $z-$અક્ષ અને ચુંબકીયક્ષેત્ર એ ધન $x$-અક્ષ પર હોય તો, વીજચુંબકીય તરંગની સંચરણ દિશા ......... હોય.
એક રેડિયો $7.5 \,M\,Hz$ થી $12\, M\,Hz$ ની વચ્ચે કોઈ રેડિયો સ્ટેશનને $Tune$ (સુમેળ) કરી શકે છે. આને અનુરૂપ તરંગલંબાઈનો ગાળો કેટલો હશે ?
મુક્ત અવકાશમાં ઇવિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્રનું $r.m.s.$ મૂલ્ય $E_{rms} = 6\, V m^{-1}$ છે. ચુંબકીય ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય કેટલું થાય?
સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{ B }=2 \times 10^{-8} \sin \left(0.5 \times 10^3 x+1.5 \times 10^{11} t \right) \hat{j} T$ વડે આપવામાં આવે છે, વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર $...........$ થશે.