બલ્બથી બમણા અંતરે રહેલાં બિંદએ પ્રકાશની તીવ્રતા કેટલી થશે ? જ્યારે રૂમની લંબાઈમાંથી પસાર થાય ત્યારે ખરેખર લેસર બીમના પ્રકાશની તીવ્રતા અચળ રહે છે. અચળ તીવ્રતા રહેવા માટે લેસર બીમની કઈ ભૌમિતિક લાક્ષણિકતા જવાબદાર છે જે બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે.
જો અંતર બમણું થાય તો પ્રકાશિત વર્તુળાકારનું ક્ષેત્રફળ ચાર ગણ્નું થાય. તેથી, પ્રકાશની તીવ્રતા મૂળ તીવ્રતાના ચોથા ભાગની $\left(\because I \propto \frac{1}{r^{2}}\right)$ થાય પણ લેસરના કિસ્સામાં બીમનું વિસ્તરણ થતું નથી તેથી તેની તીવ્રતા અચળ રહે છે. લેસર બીમના પ્રકાશની તીવ્રતા અચળ રહેવા માટેની ભૌમિતિક લાક્ષણિકતાઓ નીચે મુજબ છે.
$(i)$ એક જ દિશામાં
$(ii)$ એક રંગીય
$(iii)$ સુસંગત પ્રકાશ
$(iv)$ અથડામણ
આ લાક્ષણિક્તાઓ બલ્બના પ્રકાશના કિસ્સામાં ગેરહાજર છે.
વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $E =56.5 \sin \omega( t -x / c ) \;N / C$. થી આપવામાં આવે છે. જો તે $x-$અક્ષની ગતિ કરતું હોય તો તરંગની તીવ્રતા શોધો $\left(\varepsilon_{0}=8.85 \times 10^{-12} \;C ^{2} N ^{-1} m ^{-2}\right)$
વિદ્યુતચુંબકીય તરંગ પ્રસરણને લગતા નીચે આપેલા વિદ્યાનોમાંથી સાચું વિધાન પસંદ કરો.
$(A)$ સમતલ વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના લંબ હોવા જોઈએ અને પ્રસરણની દિશા વિદ્યુત ક્ષેત્ર અથવા ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોવી જોઈએ.
$(B)$ વિદ્યુત યુંબકીય તરંગમાં ઊર્જા, વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો વચ્ચે સરખા પ્રમાણમાં વહેંચાયેલી હોય છે.
$(C)$ વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાને સમાંતર અને પ્રસરણ દિશાને લંબ હોય છે.
$(D)$ વિદ્યુતક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને પ્રસરણ દિશા એકબીજાને લંબ હોય છે.
$(E)$ ચુંબકીયક્ષેત્રના મૂલ્યનો અને વિદ્યુતક્ષેત્રના મૂલ્યનો ગુણોત્તર પ્રકાશની ઝડ૫ આપે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરે.
અવકાશમાં રહેલા વિદ્યુતચુંબકીય તરંગોની વિદ્યુતક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા $U_E$ અને ચુંબકીયક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા $U_B$ હોય તો..
$100\;Hz$ આવૃતિ ધરાવતા પ્રકાશની તરંગલંબાઈ કેટલી થાય?
અચુંબકીય માધ્યમમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર ${E}=20 \cos \left(2 \times 10^{10} {t}-200 {x}\right) \,{V} / {m} $ છે, તો માધ્યમનો ડાઈઈલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
($\mu_{{r}}=1$ )