જો $x=10.0 \pm 0.1$ અને $y=10.0 \pm 0.1$, તો $2 x-2 y$ કોના બરાબર થાય ?
$(0.0 \pm 0.4)$
શૂન્ય
$(0.0 \pm 0.1)$
$(20 \pm 0.2)$
સાદા લોલકના પ્રયોગમાં ગુરુત્વ પ્રવેગ $g$ ના માપન માટેના $20$ અવલોકન $1\, s$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી ઘડિયાળ દ્વારા માપવામાં આવે છે. તેના સમયના માપનનું સરેરાશ મૂલ્ય $30\,s$ મળે છે. લોલકની લંબાઈ $1\, mm$ લઘુત્તમ માપશક્તિ ધરાવતી મીટરપટ્ટી વડે માપતા $55.0\,cm$ મળે છે. $g$ ના માપનમા ........... $\%$ ત્રુટિ હશે.
એક પાતળો કોપરનો તાર કે જેની લંબાઇ $ l $ મીટર છે તેને $10^°C$ જેટલો ગરમ કરતા તેની લંબાઇમાં $2\% $ નો વધારો થાય છે જ્યારે $l $ મીટર લંબાઇના ચોરસ કોપરના ટુકડાને $ 10^°C $ ગરમ કરવામાં આવે ત્યારે ક્ષેત્રફળ માં થતો ફેરફાર ટકાવારી માં ........ $\%$ હોય.
પ્રયોગમાં સાદા લોલકના દોલનના સમયગાળાની યાદી અનુક્રમે $2.63\,s, 2.56\,s, 2.42\,s, 2.71\,s$ અને $2.80\,s$ છે. તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલા ........... $s$ હશે?
રિંગના દળ, ત્રિજ્યા અને કોણીય વેગના માપનમાં મહત્તમ પ્રતિશત ક્ષતિ અનુક્રમે $2\%, 1\% $ અને $1\% $ છે તો તેની ભૌગોલિક અક્ષની જડત્વની ચાકમાત્રા $\left(I=\frac{1}{2} M R^{2}\right)$ ની મહત્તમ પ્રતિશત ક્ષતિ ........ $\%$ હશે.
અવરોધ $R_1 = 100 \pm 3\Omega $ અને અવરોધ $R_2 = 200 \pm 4\Omega$ ને શ્રેણીમાં જોડવામાં આવે, તો સમતુલ્ય અવરોધમાં રહેલી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ શોધો. આ સમતુલ્ય અવરોધની પ્રતિશત ત્રુટિ કેટલી થાય ?